નવી દિલ્હી: મારૂતિ(Maruti) સુઝુકીના ડીલર 31 ડિસેમ્બર 2018 બાદથી જિપ્સી કરાનું બુકીંગ લેવાનું બંધ કરી દેશે. કારણ કે કંપની આ કારને બંધ કરવાનો નિર્ણય કરી લીધો છે. કંપની પહેલા જ મારૂતિ ઓમનીને બંધ કરવાનો નિર્ણય પહેલા જ કરી લીધો છે. હવે સવાલએ ઉભો થઇ રહ્યો છે, કે જિપ્સીની જગ્યા કઇ કાર લેશે ? આંતરરાષ્ટ્રીય બજારમાં જિપ્સીને જિમ્ની(Jimny)ના નામથી ઓળખી લેવામાં આવે છે. એક મીડિયા રિપોર્ટમાં સંભાવાનાઓ દેખાડવામાં આવી રહી છે. મારૂતિ જિપ્સીની જગ્યાએ જિમ્ની તેની જગ્યા લેશે. મારૂતિ તેને આવતા વર્ષે ભારતમાં લોન્ચ કરે તેવી શક્યાતાઓ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ સ્પષ્ટતા કરી કે માર્ચ 2019 બાદ મારૂતિ જિપ્સીનું પ્રેડક્શવ બંધ કરી દેવામાં આવશે. મારૂતિ જીપ્સી લગભગ 3 દશક સુધી ભારતીય બજારમાં રહી હતી. આ કાર અને જીપ વચ્ચેનું અંતર દુર કરવામાં સૌથી સફળ રહી છે. હાલના સમયમાં બજારમાં જે જિપ્સીને છે તેમા તેનું એન્જીન 1.3 લિટર MPFT BS4 એન્જીન આપવામાં આવી રહ્યું છે. જિપ્સી જિપ્સી બીએસ 4ની અનુરૂપ છે, પરંતુ તે ભવિષ્યમાં વાહન ઉદ્યોગ માટે બનાવા ગયેલા નિયમોમાંનો અનુરૂપ નોહતી જે 1 એપ્રિલ 2019થી લાગુ થવા જઇ રહ્યા છે.


માત્ર 11,000 રૂપિયામાં બુક કરાવો મારૂતિ સુઝુકી અર્ટિગા, 21 નવેમ્બરે થશે લોન્ચ


કેવું હશે જિમ્નીનું એન્જીન 
એસયુવી જિમ્નીની ડિઝાઇન જોરદાર બનાવમાં આવી છે. જેમાં આગળની બાજુએ સરક્યુલર હેડલૈંપ અને સાઇડમાં પહોળા વ્હીલ આપવામાં આવ્યા છે. જિમ્નીના રેગ્યુલર મોડલમાં 3 દરવાજા છે, મીડિયા રીપોર્ટમાં લીક થયેલી જાણકારી અનુસાર, નવી જિમ્નીમાં 1.2લીટરનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જેમાં 6 સીટો રાખવાની આશા રાખવામાં આવી રહી છે.



મારૂતિ જિમ્નીમાં 1.0 લીટર બુસ્ટરજેટ ટર્બોચાર્જ પેટ્રોલ એન્જીનનો વિકલ્પ પણ આપવામાં આવે છે. જિમ્નીના જુના મોડલમાં 1.3 લીટરનું પેટ્રોલ એન્જીન રાખવામાં આવ્યું છે. જિમ્નીના જૂના મોડલને સ્પિડ મેન્યુઅલ અને 4 સ્પિડ ઓટોમેટિક ગેરબોક્સ સાથે જોડાવામાં આવ્યું છે.