નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચર કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) જો કોઈને ભેટ આપે તો સૌથી પહેલા તો તમારા મનમાં એ જ વિચાર આવે કે તે કંપનીની કાર જ હશે પરંતુ એવું નથી. કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ગુજરાતના મહેસાણાના હાંસલપુર ગામના રહીશોને ખુબ જ ઉમદા ભેટ આપી છે. ગામના રહીશોને ઈન્ટિગ્રેટેડ વોટર સપ્લાય સિસ્ટમની સુવિધા આપવાનો નિર્ણય લીધો છે. મારુતિએ ગ્રામ પંચાયત અને સ્થાનિક શાખાની મદદથી ઈન્ટિગ્રેટેડ વોટર સપ્લાય સિસ્ટમને ડિઝાઈન કરી અને તૈયાર કરી. આ સિસ્ટમને તૈયાર કરવા માટે લગભગ 3.3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

520 ઘરોમાં પહોંચશે શુદ્ધ પાણી
નવી સિસ્ટમથી હાંસલપુર ગામના 520 ઘરોમાં સતત શુદ્ધ પાણીનો સપ્લાય થઈ શકશે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ ગામના 520 ઘરોમાં લગભગ 2800 લોકો રહે છે. વોટર સપ્લાય સિસ્ટમ દ્વારા અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ટેન્ક તૈયાર કરવામાં આવી છે અને ઓવરહેડ વોટર સપ્લાય ટેન્ક તથા વોટર પાઈપલાઈન દ્વારા ઘરોને પાણી સપ્લાય કરવામાં આવે છે. પાણીના સપ્લાય માટે સમય નિશ્ચિત થે અને તેના હિસાબથી પરિવાર પોતાની જરૂરિયાત માટે પાણી પ્રાપ્ત કરે છે. 


પાણી માટે 6 કિમી દૂર જવું પડતું હતું
મારુતિ સુઝુકી ઈન્ડિયાના કોર્પોરેટ પ્લાનિંગ એક્ઝિક્યુટિવ ડાઈરેક્ટર એ કે તોમરે જણાવ્યું કે ગામના નેતાઓ અને કોમ્યુનિટી સભ્યોએ જણાવ્યું કે હાંસલપુર ગામમાં પાણી સપ્લાય એક મોટી સમસ્યા છે. પહેલા પાઈપલાઈન બેકાર હતી અને આ કારણે મોટાભાગના ઘરોમાં પાણીનો નિયમિત સપ્લાય થઈ શકતો નહતો. શુદ્ધ પાણી માટે લોકોની જરૂરિયાતને ધ્યાનમાં લેતા સ્થાનિક શાખાની મદદથી અમે વોટર સપ્લાય સિસ્ટમ તૈયાર કરી અને આ સિસ્ટમથી લોકોને કોઈ પણ મુશ્કેલી વગર હવે નિયમિત પાણી મળી શકશે.