Maximum Returns: આ ફૉર્મ્યૂલા જાણી લેશો તો જલ્દી જ તમારા પૈસા થઈ જશે ડબલ-ટ્રિપલ!
How to double your Money: અનેક વાર તમે પોતાના મિત્રો કે પરિચિતો પાસેથી સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) વિશે વાત કરતા સાંભળ્યા હશે. તેઓ પોતાની SIP શરૂ કરી રહ્યા છે કે બંધ કરી રહ્યા છે. સવાલ છે કે આખરે આ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શું છે? તેના ફાયદા શું છે? જેના કારણે આ રોકાણકારોમાં એટલો પ્રસિદ્ધ થયો છે.
નવી દિલ્લી: અનેક વાર તમે પોતાના મિત્રો કે પરિચિતો પાસેથી સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) વિશે વાત કરતા સાંભળ્યા હશે. તેઓ પોતાની SIP શરૂ કરી રહ્યા છે કે બંધ કરી રહ્યા છે. સવાલ છે કે આખરે આ સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન શું છે? તેના ફાયદા શું છે? જેના કારણે આ રોકાણકારોમાં એટલો પ્રસિદ્ધ થયો છે.
શું છે SIP?
SIP ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો સૌથી સરળ માર્ગ છે. જેમાં તમને દર મહિને 500 રૂપિયાના નાના રોકાણથી પણ શરૂઆત કરી શકો છે. SIPના માધ્યમથી મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સની ખરીદ વેલ્યૂ એવરેજ થઈ જાય છે. તેના લોન્ગ ટર્મમાં તમને સારું રિટર્ન મળવાની આશા રહે છે. સિપના માધ્યમથી રોકાણ કરવાની બજારની ચડ-ઉતર સાથે જોડાયેલું જોખમ ખૂબ જ ઓછું રહે છે. જ્યારે બજારમાં તેજી હોય છે ત્યારે તમને ઓછા યુનિટ અલૉટ કરવામાં આવે છે. જ્યારે બજારમાં મંદી આવે છે ત્યારે રોકાણમાં એટલી જ રકમમાં વધુ યુનિટ મળી જાય છે.
નિયમિત રોકાણની આદત:
જો તમે પહેલા જ એ નક્કી કી લીધી છે કે મહિનાની 10મી તારીખે કોઈ ફંડમાં રોકાણ કરવામાં આવશે. એવામાં SIPની મદદથી તમને નિયમિત રોકાણની આદત પડી શકે છે. જો તમે સેલરીડ છો અને મહિનાના કેટલાક પૈસા જ બચાવી શકો છો, તો SIP સારી રણનીતિ છે. દર મહિને કેટલાક હજાર રૂપિયા તમારા ખાતામાંથી કપાય જાય છે અને લાંબી અવધિમાં સારા એવા પૈસા એકઠા થાય છે.
સરેરાશ વેલ્યૂમાં રોકાણ:
જો કોઈ સમયે કોઈ મ્યુચ્યુઅલ ફંડની Nav વધુ હોય છે તો એ સમયે તમને રોકાણના ઓછા યુનિટ્સ મળશે, પરંતુ જો એ સમયે ફંડનું એનએવી ઓછી થઈ જાય છે તો એ રાશિમાં વધુ યુનિટ્સ મળે છે. આ રીતે SIPની મદદથી તમારું રોકાણ સરેરાશ ભાવ પર થાય છે.
મળે છે કંપાઉન્ડિંગનો ફાયદો:
SIPનું સૌથી સારું પાસું એ છે કે, તેનાથી કંપાઉન્ડિંગનો ફાયદો મળે છે. એટલે કે તમને દર મહિને મળતા રિટર્ન પર પણ રિટર્ન મળતું રહે છે. જેના કારણે તમારી પૂંજી ઝડપથી આગળ વધે છે. ઉદાહરણ તરીકે તમે દર મહિને 2 હજાર રૂપિયા કોઈ એમએફ સ્કીમમાં લગાવો તો તમને 12 ટકા વાર્ષિદ દરથી રિટર્ન મળે તો, 15 વર્ષ બાદ તમન એમાંથી 9 લાખ 51 હજાર 863 રૂપિયા મળશે.
તમારા ફાયનાન્સિયલ ટાર્ગેટ સાથે જોડો SIP:
સિપને તમે તમારા ફાયનાન્સિયલ ટાર્ગેટ સાથે જોડી શકો છો. જેવું કે મકાન ખરીદવું, બાળકોના અભ્યાસ માટે ફંડ ભેગું કરવું, રિટાયરમેન્ટ બાદ માટે પૈસા ભેગા કરવા. દરેક વસ્તુનો ટાર્ગેટ નક્કી કરો અને પછી કેટલું ફંડ જોઈશે તેનો અંદાજ લગાવો. પછી એ હિસાબથી રોકાણ નક્કી હોવું જોઈએ. જ્યારે તમારું લક્ષ્ય નક્કી થશે, ત્યારે તમે એના માટે સારું એસેટ કૉમ્બિનેશન પસંદ કરી શકો છો. એવામાં તમને એ પણ ખબર પડશે કે તમારે કેટલી બચત કરવાની છે.
સમયના હિસાબથી નક્કી કરો રોકાણનો વિકલ્પ:
એેસેટ મિક્સ નક્કી કરવું એ વાત પર પણ નિર્ભર કરે છે કે, તમારી પાસે એ લક્ષ્યને પામવા માટે કેટલો સમય છે. જો તમારા પાસે વધુ સમય છે તો તમે ઈક્વિટીમાં વધુ અને ડેટમાં ઓછું એક્સપોઝર કરીને તમારું પ્લાનિંગ કરી શકો છો. કારણ કે વધુ સમય તમને વધુ જોખમ ઉઠાવવાની ક્ષમતા આપે છે. જો તમારી પાસે સમય ઓછો છો, તો એવામાં સારું એ જ રહેશે કે તમે ડેટ ઑપ્શન પર વધુ ફોકસ કરો.
દર વર્ષે વધારો SIPની અમાઉન્ટ:
જો તમને એવું લાગે છે કે, તમારા બાળકના લગ્ન માટે 10 લાખનો ખર્ચ આવશે અને તમે આજથી 15 વર્ષ બાદ તેના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે આ કામ માટે 30 લાખ રૂપિયા જોડવા પડશે. એવું માનીને ચાલી રહ્યા છે કે, મોંઘવારી 8 ટકા પ્રતિ વર્ષના દરથી વધતી રહેશે. 15 વર્ષમાં 30 લાખ બચાવવા માટે તમારે દર વર્ષે 6500 રૂપિયા બચાવવાનો રહેશે. જો તેના પર 12 ટકા દરથી રિટર્ન મળો. પહેલા ઓછી રકમથી શરૂ કરો અને બાદમાં 12 ટકાના દરથી રિટર્ન મળે. પહેલી ઓછી અમાઉન્ટથી શરૂ કરો અને બાદમાં થોડું-થોડું કરીને અમાઉન્ટ વધારતા રહો. દર વર્ષે આવક વધે તેમ અમાઉન્ટ વધારો