Maxposure IPO: 33 રૂપિયાનો આઈપીઓ કરાવી શકે છે 140% ની કમાણી, 17 જાન્યુઆરી સુધી લગાવી શકો છો દાવ
આઈપીઓમાં રોકાણ કરતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. આજથી મેક્સપોઝર કંપનીનો આઈપીઓ ઓપન થઈ ગયો છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ઈન્વેસ્ટરોએ તેના પર દાવ લગાવ્યો છે. તો ગ્રે માર્કેટમાં પણ કંપનીના શેર હાઈ પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે.
Maxposure IPO : દિલ્હી બેસ્ડ કંપની Maxposure ના આઈપીઓને ઈન્વેસ્ટરોનો જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. સબ્સ્ક્રિપ્શનના પહેલા દિવસે અત્યાર સુધીમાં આ ઈસ્યુ 34.16 વખત સબસ્ક્રાઈબ થઈ ચૂક્યો છે. તેને કુલ 13.89 કરોડ શેર માટે બિડ મળી છે જ્યારે 40.68 લાખ શેર ઓફર પર છે. રિટેલ રોકાણકારોએ આમાં મહત્તમ હિસ્સો મૂક્યો છે. 17 જાન્યુઆરી સુધી આમાં પૈસા રોકાણ કરવાની તક મળશે. આ રૂ. 20.26 કરોડના આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 31-33 પ્રતિ શેર છે.
અલગ-અલગ કેટેગરીની સ્થિતિ
Maxposure ના આઈપીઓમાં સૌથી વધુ રિટેલ ઈન્વેસ્ટરોએ દાવ લગાવ્યો છે. તેના માટે રિઝર્વ ભાગને 55.69 ગણું સબ્સક્રિપ્શન મળ્યું છે. તો નોન ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સનો ભાગ 26.64 ગણો અને ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સનો ભાગ 1.29 ગણો ભરાયો છે. ઈશ્યુમાં 61.4 લાખ નવા શેરો વેચાણ માટે રાખવામાં આવ્યો છે. આ એસએમઈ આઈપીઓમાં ઓફર ફોર સેલ નથી.
આ પણ વાંચોઃ નોટો છાપવાનું મશીન બન્યો આ શેર, ત્રણ વર્ષમાં લાખોપતિથી કરોડપતિ બન્યા ઈન્વેસ્ટરો
આઈપીઓ સાથે જોડાયેલી વિગત
ઈન્વેસ્ટરો 4000 શેરના લોટમાં બોલી લગાવી શકશે. મેક્સપોઝર આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર GYR Capital Advisors Private Limited અને રજિસ્ટ્રાર Bigshare Services Pvt Ltd છે. ઈશ્યૂ માટે માર્કેટ મેકર ગિરિરાજ સ્ટોક બ્રોકિંગ છે. આઈપીઓ ક્લોઝ થયા બાદ એનએસઈ એસએમઈ પર 22 જાન્યુઆરીએ લિસ્ટ થશે.
મોટા ફાયદાના સંકેત
ગ્રે માર્કેટમાં મેક્સપોઝરના ભાવ ધૂમ મચાવી રહ્યાં છે. કંપનીના શેર 47-48 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યાં છે. એટલે કે શેરનું લિસ્ટિંગ 33+47= 80 રૂપિયા પર થઈ શકે છે. ગ્રે માર્કેટ પ્રમાણે ઈન્વેસ્ટરોને પ્રથમ દિવસે 145 ટકાથી વધુનો ફાયદો થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube