Medi Assist Healthcare IPO: વર્ષ 2024ની શરૂઆતની સાથે આઈપીઓ આવવાનો સિલસિલો યથાવત છે. હવે બેંગલુરૂ સ્થિત મેડી અસિસ્ટ હેલ્થકેરનો ઈશ્યૂ ખુલવાનો છે. મેડી અસિસ્ટ હેલ્થકેર ઈન્શ્યોરન્સ કંપનીઓને થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન પ્રદાન કરે છે. આ આઈપીઓ દ્વારા કંપની કુલ 1,171.58 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ દ્વારા લાવવામાં આવી રહ્યો છે અને તેમાં ફ્રેશ ઈશ્યૂ સામેલ નથી. તેવામાં આઈપીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી રકમ કંપનીના પ્રમોટરો પાસે જવાની છે. હવે તમે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો અમે તમને તે વિશે જાણકારી આપી રહ્યાં છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યારે ખુલી રહ્યો છે કંપનીનો આઈપીઓ
મેડી અસિસ્ટનો આઈપીઓ સોમવાર 15 જાન્યુઆરી 2024ના ખુલી રહ્યો છે. તેમાં 17 જાન્યુઆરી 2024 સુધી બોલી લગાવી શકાય છે. ઈન્વેસ્ટરોને શેરનું એલોટમેન્ટ 18 જાન્યુઆરી 2024ને થશે. જે સબ્સક્રાઇબર્સને એલોટમેન્ટ નહીં મળે તેને 19 જાન્યુઆરીએ રિફંડ મળી જશે. ડીમેટ ખાતામાં શેર 19 જાન્યુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવશે. કંપનીના શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર 22 જાન્યુઆરી 2024ના થશે. કંપનીના શેરની પ્રાઇઝ બેન્ડ 397 રૂપિયાથી લઈને 418 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓના શેરની ફેસ વેલ્યૂ 5 રૂપિયા પ્રતિ શેર છે. 


આ પણ વાંચોઃ કર્મચારીઓના કૌભાંડને કારણે બંધ થઈ ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક, ખાતેદારો સલવાયા


શું ચાલી રહ્યો છે GMP?
investorgain.com પ્રમાણે શનિવાર 13 જાન્યુઆરી 2024ના મેડી અસિસ્ટના શેર 54 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે કંપનીના શેરનું સંભવિત લિસ્ટિંગ 12.92 ટકા પ્રીમિયમ એટલે કે 472 રૂપિયા પ્રતિ શેર પર થઈ શકે છે. આ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. 


તો ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે સૌથી વધુ 50 ટકા ભાગ અને હાઈ નેટ ઈન્ડિવિઝ્યુઅલ માટે કુલ 15 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. આ આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 35 શેરનો એક લોટ ખરીદી શકે છે. વધુમાં વધુ 13 લોટ એટલે કે 455 શેર માટે બોલી લગાવી શકાય છે. તેવામાં રિટેલ ઈન્વેસ્ટર્સે 14,630 રૂપિયાથી લઈને 1,90,190 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. 


આ પણ વાંચોઃ પૈસા થઈ જશે ડબલ! 15 જાન્યુઆરીએ ઓપન થશે આ આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 33 રૂપિયા


શું કરે છે કંપની?
મેડી અસિસ્ટ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ એક હેલ્થટેક અને ઈન્શ્યોરન્સ ટેક કંપની છે, જે થર્ડ પાર્ટી સેવાઓ આપે છે. આ કંપની પોલિસીધારકો, તેની વીમા કંપનીઓ અને હોસ્પિટલો વચ્ચે એક બ્રિજની જેમ કામ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube