નવી દિલ્હી: કોરોનાની આફત બાદ લોકોમાં હેલ્થ ઇંશ્યોરેન્સને લઇને ટ્રેંડ વધી ગયો છે. લોકો પોતાના પરિવાર માટે પોલીસી ખરીદવામાં રૂચિ દાખવવા લાગ્યા છે. તો બીજી તરફ કંપનીઓ પણ પહેલાંથી સારા અને ગ્રાહક કેંદ્રીત પોલિસીઓ ઓફર કરી રહી છે. પરંતુ આ વચ્ચે સવાલો ઉદભવી રહ્યા છે કે આ કંપનીઓ જરૂરિયાતના સમયે કામ આવે છે કે નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક તાજા રિપોર્ટના અનુસાર સ્વાસ્થ્ય વીમા પોલિસીઓ હેઠળ દર્દીઓની સારવાર પર ખર્ચ કરવામાં આવેલી રકમને પરત લેવામાં ભારતમાં સરેરાશ 20 થી 46 દિવસનો સમય લાગે છે. વીમા ટેકનોલોજી પ્લેટફોર્મ મંચ સિક્યોરનાઉના એક રિચર્સ અનુસાર જાણકારી આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તેના દ્રાર એકઠા કરવામાં આવેલા ઉદ્યોગના આંકડાથી ખબર પડે છે કે દર્દી વિમા કંપનીને દાવા વિશે ખૂબ તત્પરતાથી સૂચિત કરે છે. જેમાંથી મોટાભાગના હોસ્પિટલમાં દાખલ થવાના એક અઠવાડિયાની અંતર સંબંધિત વિમા કંપનીને તેની સૂચના આપે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube