ગ્રે માર્કેટમાં તોફાન બન્યો આ IPO,ટાટાથી રેલવે સુધી છે કંપનીના કસ્ટમર
IPO Alert: ગ્રે માર્કેટ પ્રીમિયમની વાત કરીએ તો 40 રૂપિયા જોવા મળી રહ્યું છે. જો અપર પ્રાઇઝ બેન્ડથી જીએમપી જોડવામાં આવે તો શેરની કિંમત 148 રૂપિયા થાય છે.
નવી દિલ્હીઃ Megatherm Induction IPO: ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માર્કેટમાં વધુ એક કંપની એન્ટ્રી કરવા જઈ રહી છે. આ કંપનીનું નામ મેગાથર્મ ઈંડક્શન છે. તેનો આઈપીઓ 25 જાન્યુઆરીએ ખુલી 30 જાન્યુઆરીએ બંધ થશે. કંપનીએ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 100-108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. મેગાથર્મ ઈન્ડક્શને જણાવ્યું કે આઈપીઓમાં સંપૂર્ણ રીતે 49.92 લાખ નવા શેરનું વેચાણ કરવામાં આવશે. કંપનીએ જણાવ્યું કે અપર પ્રાઇઝ બેન્ડથી કંપનીનો ટાર્ગેટ 53.91 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે.
કંપની વિશે
મેગાથર્મ ઈન્ડક્શન, મેગાથર્મ ઈલેક્ટ્રોનિક્સની સબ્સિડિયરી કંપની છે. આ કંપની સ્ટીલ, એન્જિનિયરિંગ રેલરોડ, પાઇપ એન્ડ ડ્યૂબ, ઓટો સહાયક ઉદ્યોગોને સેવા આપે છે. તેના ડોમેસ્ટિક ક્લાઇન્ટ્સમાં એમએમ ફોર્જિંગ, સ્ટીલ એક્સલ્સ, શ્યામ મેટાલિક્સ, સારદા એનર્જી, પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ, ભારતીય રેલવે, બીએચઈએલ, ટાટાની કંપની ટાટા મોટર્સ, મહિન્દ્રા, સીઈએસસી, હિંડાલ્કો અને ઓર્ડિનેન્સ ફેક્ટરી સામેલ છે. બિગશેર સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ આ આઈપીઓની રજીસ્ટ્રાર છે.
આ પણ વાંચોઃ હવે ભારત નહીં આ દેશ છે સોનાની ચિડિયા, ગોલ્ડ રિઝર્વમાં દૂર-દૂર સુધી કોઈ નથી ટક્કરમાં
શું છે જીએમપી
ગ્રે માર્કેટ એટલે કે જીએમપીની વાત કરીએ તો 40 રૂપિયા જોવા મળી રહ્યો છે. જો અપર પ્રાઇઝ બેન્ડથી જોડવામાં આવે તો શેરની કિંમત 148 રૂપિયા થાય છે. એટલે કે શેરનું લિસ્ટિંગ 148 રૂપિયા પર થઈ શકે છે, જે ઈશ્યૂ પ્રાઇઝથી 37 ટકા પ્રીમિયમ છે. નોંધનીય છે કે મેગાથર્મ ઈન્ડક્શન આઈપીઓનું એલોટમેન્ટ 31 જાન્યુઆરીએ થવાની આશા છે. જ્યારે 1 ફેબ્રુઆરીએ રિફંડ મળી શકે છે. આ કંપનીના શેર 2 ફેબ્રુઆરીએ લિસ્ટ થઈ શકે છે.
કંપનીના પરિણામ
નાણાકીય વર્ષ 2022માં મેગાથર્મ ઈન્ડક્શન લિમિટેડનો પ્રોફિટ 1.1 કરોડ રૂપિયાથી 1171.94 ટકા વધી નાણાકીય વર્ષ 2023માં 14 કરોડ રૂપિયા થઈ ગયો છે. તો વેચાણ નાણાકીય વર્ષ 2022માં 188.4 કરોડ રૂપિયાથી 41.37 ટકા વધી નાણાકીય વર્ષ 2023માં 266.4 કરોડ રૂપિયા થઈ ગયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube