મેહુલ ચોક્સીની એંટીગાની નાગરિકતા રદ થશે, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે
ભાગેડૂ હીરાના બિઝનેસમેન મેહુલ ચોક્સીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એંટીગા મેહુલ ચોક્સીની નાગરિકતાને રદ કરીને તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ નિવેદન એંટીગાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું છે. આ દાવો અહીંના એક સ્થાનિક ન્યૂઝ પેપરે કર્યો છે. તમને જણાવી દઇએ કે ભારતમાંથી ફરાર થયા બાદ મેહુલ ચોક્સી એંટીગાનો રહે છે.
નવી દિલ્હી: ભાગેડૂ હીરાના બિઝનેસમેન મેહુલ ચોક્સીને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર એંટીગા મેહુલ ચોક્સીની નાગરિકતાને રદ કરીને તેને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે. આ નિવેદન એંટીગાના વડાપ્રધાન દ્વારા આપવામાં આવ્યું છે. આ દાવો અહીંના એક સ્થાનિક ન્યૂઝ પેપરે કર્યો છે. તમને જણાવી દઇએ કે ભારતમાંથી ફરાર થયા બાદ મેહુલ ચોક્સી એંટીગાનો રહે છે.
એંટીગાના વડાપ્રધાન ગૈસ્ટોન બ્રોને (Gastone Browne) કહ્યું કે મેહુલ ચોક્સીની એંટીગા અને બરબૂડાની નાગરિકતા ટૂંક સમયમાં રદ કરવામાં આવશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના દેશને અપરાધીઓ માટે સુરક્ષિત સ્થાન નહી મળે. સાથે એ પણ કહ્યું કે અપરાધીને પણ કાનૂની હક હોય છે. તેની પાસે હજુપણ કોર્ટ જવાનો રસ્તો ખુલ્લો છે, પરંતુ કાનૂની પ્રક્રિયા જલદી પુરી કરી તેને અમે કાયદાકીય રીતે ભારત મોકલીશું.
ગત સુનાવણીમાં મુંબઇ હાઇકોર્ટે 1 જુલાઇ સુધી મેહુલ ચોક્સીના વકીલોને તેનો લેટેસ્ટ હેલ્થ રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું છે. સાથે જ સ્પેશિયલ ડોક્ટરોની એક ટીમ પણ બનાવવામાં આવી છે જે આ તપાસ કરશે કે આ શું એર એમ્બુલન્સ દ્વારા લાવવા માટે ફિટ છે કે નહી. સ્પેશ્યાલિસ્ટ ટીમ 9 જુલાઇ સુધી કોર્ટમાં પોતાનો રિપોર્ટ જમા કરશે. કેસની આગામી સુનાવણી 10 જુલાઇના રોજ થશે.