જૂનાગઢ:  મેંદરડા તાલુકાના આલીધ્રા ગામના ખેડૂત નવીનચંદભાઇ કરકર છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી ધાણા, જીરૂ, અળદ, તુવેર, ઘઉં, મગફળી સહિતના પાકમાં બમણું ઉત્પાદન મેળવી ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ તેની નિકાસ કરી લાખો રૂપિયા કમાઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવીનચંદભાઇ એ જણાવ્યું હતું કે, મારે ૨૦ વિઘા જમીન છે. જમીનમાં સારૂ ઉત્પાદન મેળવવા રાસાયણિક ખાતર, દવાનો છંટકાવ કર્યો તેમ છતાં સારૂ ઉત્પાદન મળ્યું નહી. આથી જામકંડોરણા ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની શિબિરમાં જોડાયો અને ત્યાંથી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મળ્યું હતું. આથી છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન કરી બમણી આવક મેળવી રહ્યો છું. પ્રાકૃતિક ખેતી માટે ૪ ગાય અને બે બળદ રાખ્યા છે, જેના છાણીયા ખાતર અને અળશીયાની મદદથી પ્રાકૃતિક ખેતીમાં સારૂ એવું ઉત્પાદન મળે છે.

સોનેરી વળતર: ગુજ્જુ ખેડૂત મેરીગોલ્ડમાં રોકાણ કરી Gold કરતાંય મેળવે વધુ રિટર્ન


નવીનંચદભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, તેમને ઓર્ગોનિક ખેતી માટેનું પ્રમાણપત્ર પણ મળી ચુક્યું છે. આથી આ પ્રમાણપત્રના આધારે તે કૃષિ મેળામાં સ્ટોલ ઉભો કરી પોતાના પાકોનું વેચાણ કરે છે. અને ગુજરાત સહિત અન્ય રાજ્યમાં પણ ધાણા, જીરૂ, મગ, અળદ, ચણા, ઉંઘ, મગફળી સહિતના પાકોની નિકાસ કરે છે. 

અહો આશ્વર્યમ્ : 7 વર્ષનો મેન્ટલી ડિસેબલ મંત્ર 30 મિનિટમાં કરે 25 આસન


કૃષિ મેળાથી લોકો સાથે સંપર્ક થયો હોવાને કારણે તે ફોન પર પણ તેમના ધાણા, જીરૂનો પાવડર ગુજરાતના વિવિધ શહેરો સાથે મુંબઇ, દિલ્હી સહિતના રાજ્યમાં જથ્થાબંધ ભાવે મોકલી સારી એવી આવક મેળવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી માટે ગાય, ભેંસ અને બળદ સહિતના પશુઓ રાખી ખેતીમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. આવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube