92% તૂટી 11 રૂપિયા પર આવ્યો આ શેર, હવે નાદાર બની ગઈ કંપની, શેર વેચી રહ્યાં છે ઈન્વેસ્ટરો
MEP Infrastructure Developers Ltd Share: રિયલ્ટી કંપની એમઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતા. કંપનીના શેર આજે 4.7 ટકા ઘટી 11.72 રૂપિયાના ઇન્ટ્રા ડે લો પર પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ MEP Infrastructure Developers Ltd Share:રિયલ્ટી કંપની એમઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સના શેર આજે બુધવારે કારોબાર દરમિયાન ફોકસમાં હતા. કંપનીના શેર આજે 4.7 ટકા ઘટી 11.72 રૂપિયાના ઇન્ટ્રા-ડે લો પર પહોંચી ગયા. આ શેરની કિંમત એક સમયે 138 રૂપિયા હતી. વર્ષ 2017થી અત્યાર સુધી આ શેર 92 ટકા સુધી તૂટી ચૂક્યો છે. નોંધનીય છે કે શેરમાં ઘટાડા પાછળ એક મોટા સમાચાર છે. કંપની દેવામાં ડૂબેલી છે અને હવે તેની વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ રિયલ્ટી કંપની એમઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ વિરુદ્ધ નાદારી પ્રક્રિયા શરૂ કરવાની સાથે એક વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂંક પણ કરી દીધી છે.
શું છે વિગત
એનસીએલટીની મુંબઈ પીઠે જાહેર ક્ષેત્રની બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી નાદારી અને દેવાળું કોડ (આઈબીસી) હેઠળ દાખલ અરજીને સ્વીકાર કરી લીધી છે. આ અરજીમાં 127.86 કરોડ રૂપિયાની લોનની ચુકવણીમાં ચૂકનો દાવો કરવામાં આવ્યો હતો.
આદેશમાં શું કહેવામાં આવ્યું
ત્યારબાદ બેન્કે એનસીએલટીની સમક્ષ નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી હતી. અરજીનો સ્વીકાર કરવાની સાથે એક વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂંક કરવામાં આવી છે, જે કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં લેશે.
આ પણ વાંચોઃ અનિલ અંબાણીના આ શેરમાં 2700% ની જોરદાર તેજી, 1 રૂપિયાથી 31 રૂપિયાને પાર પહોંચ્યો શેર
આ સિવાય આઈબીસીની કલમ 14 હેઠળ રિયલ્ટી કંપની એમઈપી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કોઈપણ કેસ, નિર્દેશ અને હસ્તાંતરણથી સરંક્ષણ પણ આપવામાં આવ્યું છે. કંપનીએ માર્ચ 2010માં વિવિધ બેન્કિંગ વ્યવસ્થા હેઠળ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી કેટલીક નાણાકીય મદદ હાસિલ કરી હતી. પરંતુ તે સમય પર ચુકવણી કરી શકી નહીં.
ત્યારબાદ બેન્કે એનસીએલટી સમક્ષ નાદારી પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી હતી. અરજીનો સ્વીકાર કરવાની સાથે એક વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂંક કરવામાં આવી છે, જે કંપનીનું નિયંત્રણ પોતાના હાથમાં લેશે.