Meson Valves share: મેસન વાલ્વ્સ ઈન્ડિયાનો આઈપીઓ આ વર્ષે સપ્ટેમ્બરમાં આવ્યો હતો. કંપનીએ પોતાના આઈપીઓ માટે 102 રૂપિયા પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ નક્કી કરી હતી. વર્તમાનમાં આ શેર 503 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. એટલે કે ઈશ્યૂ પ્રાઇઝથી આ શેર લગભગ 400 ટકા વધી ચુક્યો છે. શુક્રવારે આ શેરમાં 5 ટકાની તેજી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈપીઓએ કર્યાં માલામાલ
નોંધનીય છે કે મેસન વાલ્વ્સ ઈન્ડિયાનો આઈપીઓ 21 સપ્ટેમ્બરે શેર બજારમાં લિસ્ટ થયો હતો. કંપનીના શેરનું જબરદસ્ત લિસ્ટિંગ થયું હતું. બીએસઈ પર આ શેર 193.80 રૂપિયા પર લિસ્ટ થયો હતો. એટલે કે આઈપીઓ પ્રાઇઝના મુકાબલે તે 90 ટકા પ્રીમિયમ પર લિસ્ટ થયો હતો. તમને જણાવી દઈએ કે મેસન વાલ્વ્સ ઈન્ડિયાનો આઈપીઓ 8-12 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે લોન્ચ થયો હતો. કંપનીએ આઈપીઓ દ્વાકા 31.09 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. 


આ પણ વાંચોઃ 26 ડિસેમ્બરે ખુલશે AIK Pipes નો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 89 રૂપિયા, જાણો વિગત


કંપની વિશે જાણો
રઘુવીર નાટેકર, બ્રિજેશ માધવ મણેરીકર અને વિવેકાનંદ મારુતિ રેડેકર દ્વારા પ્રમોટ કરાયેલ ઈન્ડિયા ફ્યુચરિસ્ટિક મરીન, મેસન વાલ્વ્સ ઈન્ડિયા મુખ્યત્વે નેવલ, ઓઈલ અને ગેસ ઈન્ડસ્ટ્રીઝ, પાવર, રિફાઈનરીઓ અને સામાન્ય રીતે પીપી માટે વાલ્વ, એક્ટ્યુએટર, સ્ટ્રેનર અને રિમોટ-કંટ્રોલ વાલ્વ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. કંપનીના શેર BSE ના SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube