નવી દિલ્હી: દેશની મુખ્ય સાયબર સિક્યોરિટી એજન્સી સીઇઆરટી-ઇને ચેતાવણી આપી છે કે ઇન્કમ ટેક્સના નામે લોકોને ડુપ્લીકેટ એસએમએસ મોકલવામાં આવે છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે તેમનું ઇન્કમ ટેક્સ રિટર્ન મંજૂર થઇ ગયું છે અને તેને એક લીંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. આ મેસેજનો હેતું લોકોની ગોપનીય જાણકારીને ચોરી કરવાનો છે. લિંક પર ક્લિક કરતાં જ વ્યક્તિગત જાણકારી ચોરી લેવામાં આવે છે અને તેને ડાર્ક નેટ પર વેચવા માટે અપલોડ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ઇન્કમ ટેક્સ રિટર્નનો દૌર ચાલી રહ્યો છે અને સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 31 ઓગસ્ટ કરી દીધી છે. એવામાં એડવાઇઝરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આ પ્રકારના મેસેજ મળવાની વાત કહેવામાં આવી હતી. ઇન્ડીયન કોમ્યુટર ઇમરજન્સી ટીમ (સીઇઆરટી-ઇન)ને કહ્યું કે જે કોઇ આ વ્યક્તિ આ એસએમએસ પર ક્લિક કરે છે તો તેની અંગત જાણકારી સાથે જ રિટર્નની જાણકારીનો પણ ખોટો ઉપયોગ કરવામાં આવી શકે છે. 


કેવી રીતે થાય છે આ ફ્રોડ
આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે તેમાં યૂઆરએલને નાનું કરીને વેબસાઇટ જેમકે bit.ly અથવા goo.glની મદદ લઇને લિંકને નાની બનાવી દેવામાં આવે છે અને પછી તેને એસએમએસ દ્વારા મોકલવામાં આવે છે. અને આ રકમ જલદી જ તેમના બેંક એકાઉન્ટમાં મોકલી દેવામાં આવશે. ત્યારબાદ એક બેંક એકાઉન્ટનો નંબર આવે છે અને પુષ્ટિ માટે કહેવામાં આવે છે કે શું આ એકાઉન્ટ નંબર સાચો છે. જો બેંક એકાઉન્ટ નંબર ખોટો છે તો પછી નીચે આપેલી લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. લિંક પર ક્લિક કરતાં ખુલનાર પેજ ઇન્કમ ટેક્સ વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટની માફક દેખાઇ છે, પરંતુ હકિકતમાં આ એક ફિશિંગ વેબપેજ હોય છે. 


ત્યારબાદ અહીં બેંક એકાઉન્ટની ડિટેલ માંગવામાં આવે છે. લોગઇન આઇડી અને પાસવર્ડ પણ આપવો પડે છે. ત્યારબાદ સાઇબર અપરાધીઓની જાળમાં સંવેદનશીલ જાણકારીઓ આવી જાય છે. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે કોઇપણ સંદિગ્ધ એસએમએસ અને ઇમેલનો જવાબ આપવો ન જોઇએ. ઘણીવાર એસએમએસ અને ઇમેલ એવા વ્યક્તિના નામેથી આવે છે, જેને તમે જાણો છો. એટલા માટે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. જો તમે હાઇપર લિંક પર ક્લિક કરી દો છો તો પણ તમારા બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ અને એવી જ બીજી વસ્તુઓનું વિવરણ ન આપો અને સારા એન્ટીવાયરસ સોફ્ટવેરનો જરૂર ઉપયોગ કરો. 


(ઇનપુટ એજન્સીમાંથી)