નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)એ નાણાંકીય વર્ષ 2018માં ભારતના વિકાસ દરનું અનુમાન 7.3 ટકા રાખ્યું હતું. જ્યારે નાણાંકીય વર્ષ 2019માં 7.4 ટકાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. નાણાંકીય વર્ષ 2017માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહ્યો હતો. આઇએણએફ હાલમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકના રિપોર્ટમાં કહ્યું કે, ભારતનો વિકાસ દર વર્ષ 2018માં 7.3 રહેવાનો અંદાજો લગાવમાં આવી રહ્યો છે. અને 2019માં તે 7.4 ટકા રહે તેવી શક્યાતાઓ દેખાઇ રહી છે. પરંતુ આ એપ્રીલ 2018માં વર્ષ 2019 માટે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ કરતા થોડો ઓછો છે. વધુમાં આઇએમએફે કહ્યું કે હાલની પરિસ્થિતિ જોતા ક્રુડ ઓઇલની કિંમતોમાં તેજી અને વૈશ્વિક અર્થ વ્યવસ્થાની હાલત છતા પણ આ વર્ષે 2017ના 6.7 ટકાના દર કરતા પણ વધારે રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઢાંચા સુધારણાની મોટી ભૂમિકા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે ભારતનો મધ્યમ અવધિનો વિકાસ મજબૂત છે, અને તે 7 ટકાના વૃદ્ધિ દર પર છે. આ મજબૂતી સાથે વર્તમાનમાં ચાલી રહેલા ઢાંચા સુધારાની પ્રક્રિયાની મહત્વની ભૂમિકા છે. આઇએમએફે કહ્યું કે જો અનુમાન સાચુ રહ્યું તો ભારત દુનિયાની સોથી ઝડપી ગતીએ વધનારી અર્થવ્યસ્થામાં સ્થાન બનાવી રાખશે.



મહત્વનું છે, કે 2017માં ચીન દુનિયામાં સૌથી ઝડપી વૃદ્ધિ કરનાર અર્થતંત્ર હતું. પણ ભારત તેનાથી માત્ર 0.2 ટકા જેટલુ જ પાછળ રહ્યું હતું. આઇએમએફે એપ્રીલની સરખામણીએ ભારત અને ચીનના વિકાસ દરના અનુમાનમાં થોડા અંશે કાપ મૂક્યો છે. ભારત માટે 0.4 ટકા અને ચીન માટે તેમાં 0.32 ટકા ઓછો કરવામાં આવ્યો છે. 


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે હાલમાં ભારતમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા છે. જેમાં જીએસટી લાગૂ કરવો સૌથી મહત્વનો નિર્ણય રહ્યો હતો. સાથે જ મોધવારી નિર્ધારીત લક્ષ્યાંક મહત્વપૂર્ણ છે. ભારતમાં વ્યાપાર કરવો પહેલાની સરખામણીએ સહેલો થયો છે. આ સાથે જ વિદેશી રોકાણ નિયમોમાં પણ ઘટાડો થયો છે.



વિશ્વ બેંકએ દેખાડ્યો ભારત પર વિશ્વાસ 
વિશ્વાર બેંકે કહ્યું કે ભારતના આર્થિક વૃદ્ધિ દરમાં વધારો આવી રહ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષમાં તે 7.3 ટકા રહેવાની શક્યતાઓ રાખવામાં આવી રહી છે. આ સાથે જ આગામી 2 વર્ષમાં તે વઘીને 7.5 ટકા સુધી પહોંચે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વ બેંકે જાહેર કરેલા રિપોર્ટમાં અનુમાન લગાવતા કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા નોટબંધી અને જીએસટીની અસ્થાઇ વ્યવસ્થાઓથી બહાર આવી ગઇ છે. 


(ઇનપુટ એજન્સી)