નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગર્વનરની નિયુક્તિની દોડ કેંદ્વીય બેંકના કાર્યકારી નિર્દેશક માઇકલ પાત્રા અને એમપીસી (નાણાકીય નીતિ સમિતિ)માં બહારના સભ્ય ચેતન ઘાટે સામેલ છે. માનવામાં આવે છે કે એફએસઆરએએસસીએ આ મુદ્દે 10 ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પાત્રા અને ઘાટે ઉપરાંત ત્રણ અન્ય અર્થશાસ્ત્રી અને બે આઇએએસ અધિકારી સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેતન ઘાટે આરબીઆઇની એમપીસીના બહારી સભ્ય છે, જ્યારે માઇકલ દેવવ્રત પાત્રા હાલ આરબીઆઇમાં કાર્યકારી નિર્દેશક છે. 


આઇએએસના અધિકારી છત્રપતિ શિવાજી વિશે પણ જણાવ્યું હતું કે તેમનું નામ આરબીઆઇના ડેપ્યુટી ગર્વનરના ઉમેદવારોની યાદીમાં સામેલ છે. તે ભારતીય લધુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી)ના સીઇઓ અને નાણા મંત્રાલયમાં પ્રધાન સચિવ રહ્યા છે અને હાલમાં એશિયાઇ વિકાસ બેંક (એડીબી)માં ભારતના કાર્યકારી નિર્દેશક છે. 


વોશિંગટન સ્થિત ભારતીય દૂતાવાસની આર્થિક શાખામાં હાલમાં પદસ્થાપિત નોકરશાહ અરૂણીશ ચાવલા અને મધ્યપ્રદેશન પ્રધાન નાણા સચિવ મનોજ ગોવિલનો પણ આ પદ માટે ઇન્ટરવ્યું થયો છે. આરબીઆઇના ડેપ્યુટી ગર્વનરના પદ માટે સાત નવેમ્બરના રોજ ઇન્ટરવ્યુંના સંબંધમાં જોકે કોઇ સત્તાવાર સૂચના આપવામાં આવી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube