નવી દિલ્હી: દુનિયાની સૌથી મોટી કંપનીઓમાંથી એક કંપનીએ મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. દિગ્ગજ ટેક કંપની માઈક્રોસોફટે મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી છે. સત્યા નડેલા દ્વારા સંચાલિત માઇક્રોસોફ્ટ રીસ્ટ્રક્ચરિંગના ભાગ રૂપે કર્મચારીઓની છટણી કરતી પહેલી કંપની ટેક દિગ્ગજ બની ગઈ છે. તેમ છતાં કંપનીએ આ મામલો કોઈ સ્પષ્ટતા રજૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્યો આર્થિક મંદીનો ઉલ્લેખ
તમને જણાવી દઈએ કે, દુનિયાની દિગ્ગજ કંપનીઓ દ્વારા ગ્લોબલ આર્થિક મંદીનો ઉલ્લેખ કરી છટણી કરવામાં આવી રહી છે. માઈક્રોસોફ્ટમાં તેની ઓફિસો અને પ્રોડક્ટ ડિવિઝનમાં 1.81 લાખ કર્મચારીઓમાંથી લગભગ 1 ટકાની છટણીનો હિસ્સો છે. એટલે કે લગભગ એક ટકા કર્મચારીઓને કાઢી મુકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષમાં પહેલી વખત આ છટણીના સમાચાર સામે આવ્યા છે.


ગ્લોબલ માર્કેટના મિશ્ર વલણ વચ્ચે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટી મજબૂત


છટણી પાછળ સામે આવ્યું આ મોટું કારણ
તમને જણાવી દઈએ કે, માઇક્રોસોફ્ટે છટણી પાછળના કારણનો પણ ખુલાસો કર્યો છે. માઇક્રોસોફ્ટે છટણી પાછળનું કારણ જણાવતા કહ્યું કે, બધી કંપનીઓની જેમ અમે નિયમિતપણે અમારી વ્યવસાય પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરીએ છીએ અને તે મુજબ માળખાકીય ગોઠવણો કરીએ છીએ.


Dolo 650 બનાવતી કંપનીની ખુલી પોલ! આ ખેલ વિશે જાણી તમે પણ ચોંકી જશો


આ કંપનીઓમાં પણ થઈ છે છટણી
તમને જણાવી દઈએ કે, માઇક્રોસોફ્ટ ઉપરાંત તાજેતરમાં દુનિયાની બાકી દિગ્ગજ કંપનીઓએ પણ મોટા પ્રમાણમાં કર્મચારીઓને નોકરીમાંથી બહાર કર્યા છે. તાજેતરમાં ટ્વિટરે પણ તેની ભરતી ટીમમાં 30 ટકાના લોકોની છટણી કરી હતી.


દેશમાં ચોથી લહેરની આહટ! એક દિવસમાં આવ્યા આટલા કેસ; અહીં ફરીથી સ્કૂલો બંધ


ત્યારે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની કંપની ટેલ્સાએ પણ અમેરિકામાં તેમની એક ઓફિસ બંધ કરી છે અને હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube