ઓછી ગુણવત્તાવાળી જમીનમાં પણ મહેંદીની ખેતી કરી આવક બમણી મેળવી શકાય છે...મહેંદીની ખેતીને સૌથી વધુ રેતાળ જમીન માફક આવે છે. પરંતુ પથરીલી, ખારી, ક્ષારવાળી જમીનમાં પણ મેહેંદીની ખેતી થઈ શકે છે. જેમાં યોગ્ય આયોજન કરી ખેડૂતો માલામાલ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં મહેંદીની ખેતી માટેની તક
ભારતીય સંસ્કૃતિમાં મહેંદીનું મહત્વનું સ્થાન છે. ઘણા રાજ્યોમાં તેની સારી ખેતી થાય છે. વાળને ચમક આપવા માટે લોકો મહેંદી લગાવવાનું પસંદ કરે છે. આ સિવાય સારા પ્રસંગોમાં હાથ પર મહેંદી પણ લગાવવામાં આવે છે. ત્યારે મહેંદીની ખેતી માટે જમીનનું pH મૂલ્ય 7.5થી 8.5 હોવું જોઈએ. મેંદીનો છોડ તમામ પ્રકારની શુષ્ક અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં સારી રીતે ઉગે છે.


મહેંદીની ખેતી માટેનો શ્રેષ્ઠ સમય ક્યો?
મહેંદી વાવવાનો સૌથી સારો સમય ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો હોય છે. મહેંદીનું તમે સીધું બીજથી અથવા રોપાઓથી વાવેતર કરી શકો છો. તે પહેલાં ખેતરની અંદર હાજર તમામ નીંદણને જડમૂળથી ફેંકી દેવા જોઈએ. ખેતરને ખડ્યા બાદ સમતળ કરવાની જરૂર હોય છે. સમતળ થયા બાદ મહેંદીનું વાવેતર કરવામાં આવે છે.


મહેંદીની ખેતીથી ઓછા ખર્ચમાં વધુ નફો
મહેંદી ઉગાડવામાં બહુ ખર્ચ થતો નથી. ઓછા ખર્ચમાં વધુ નફો મેળવવો હોય તો મહેંદીની ખેતી શ્રેષ્ઠ છે. મહેંદી એવી વસ્તુ છે તેની માંગ હંમેશા રહે છે. જેથી મહેંદીનું ઉત્પાદન કર્યા બાદ તેને મોટી કંપનીઓને વેચીને ખેડૂતો સીધો નફો કમાઈ શકે છે. સૌથી મહત્વની વાત  એ છે કે મહેંદીનો પાક બગડવાની શક્યતા ખૂબ જ નહીંવત હોય છે. જેથી ખેડૂતોને નુકસાન થવાની શક્યા પણ ખૂબ જ ઘટી જાય છે. ઔષધીય ગુણોના કારણે મહેંદીના પાકને પશુઓ પણ નુકસાન નથી પહોંચાડતા.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube