કોરોના વાયરસને કારણે હવે 1 જુનથી આ રાજ્યમાં વધશે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ
કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અસર દેશભમાં જોવા મળી રહી છે. એવામાં રાજ્યોની આવક સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. કામ-ધંધા ઠપ થવાના કારણે રાજ્યોને પૂરતા પ્રમાણમાં ટેક્સ મળી રહ્યો નથી. જેનાથી તેઓ પોતોના ખર્તાને પૂરા કરી શકે. એવામાં કેટલાક રાજ્યોએ પહેલા જ પેટ્રોલ-ડીઝલ અને દારૂ પર વેટના દરમાં વધારો કર્યો છે. આ ક્રમમાં હવે એખ અને પૂર્વોતર રાજ્ય પણ પેટ્રોલ ડીઝલ પર વેટ વધારવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અસર દેશભમાં જોવા મળી રહી છે. એવામાં રાજ્યોની આવક સંપૂર્ણ રીતે પ્રભાવિત થઈ છે. કામ-ધંધા ઠપ થવાના કારણે રાજ્યોને પૂરતા પ્રમાણમાં ટેક્સ મળી રહ્યો નથી. જેનાથી તેઓ પોતોના ખર્તાને પૂરા કરી શકે. એવામાં કેટલાક રાજ્યોએ પહેલા જ પેટ્રોલ-ડીઝલ અને દારૂ પર વેટના દરમાં વધારો કર્યો છે. આ ક્રમમાં હવે એખ અને પૂર્વોતર રાજ્ય પણ પેટ્રોલ ડીઝલ પર વેટ વધારવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો:- Maruti Suzuki પ્લાન્ટમાં કર્મચારી નીકળ્યો કોરોના પોઝિટિવ, તાબડતોબ કંપનીએ લીધુ આ પગલું
આટલો વધશે ટેક્સ
મિઝોરમ સરકારે એક જૂનથી પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશ: પાંચ ટકા તેમજ 2.5 ટકા વેટ વધારવાની જાહેરાત કરી છે. રાજ્યના નાણા મંત્રી લાલચમલિનાએ આ વાતની જાણકારી આપતા કહ્યું કે, મુખ્યમંત્રી જોરામથંગાની અધ્યક્ષતામાં થયેલી મંત્રી પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પેટ્રોલ પર 20 ટકાની જગ્યાએ 25 ટકા અને ડીઝલ પર 12 ટકાની જગ્યાએ 14.5 ટકા વેટ વસુલ કરવામાં આવશે.
આ પણ વાંચો:- ચીનની બેન્કોએ વધારી અનિલ અંબાણીની મુશ્કેલી, 21 દિવસમાં ચુકવવા પડશે 5500 કરોડ
આ છે નવા રેટ
1 જૂનથી રાજ્યમાં ડીઝલની નવી કિંમત 60.49 રૂપિયાથી વધીને 62 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. ત્યારે પેટ્રોલની નવી કિંમત 66.54 રૂપિયાથી વધીને 69.87 રૂપિયા પ્રતિ લિટર થઈ જશે. પ્રદેશના નાણા મંત્રીએ કહ્યું કે, જીએસટીથી થતી આવક પણ ઘણી ઘટી ગઈ છે. જ્યાં માર્ચમાં 48 કરોડ રુપિયાની આવક થઈ, ત્યારે એપ્રિલમાં માત્ર 14 કરોડ રૂપિયાની આવક થઈ. જો સરકાર આ પગલા ન ઉઠાવે તો રાજ્યને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube