25 હજારથી કરોડપતિ બનાવનાર શેર! 20 વર્ષમાં આપ્યું જોરદાર રિટર્ન, દર વર્ષે 22 ગણા વધ્યા ઈન્વેસ્ટરોના પૈસા
એમકેવેન્ચર્સ કેપિટલના સ્ટોકે એટલું જબરદસ્ત રિટર્ન આપ્યું છે કે જો કોઈ વ્યક્તિએ 19 વર્ષ પહેલા 25 હજાર રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તે રોકાણની કિંમત 1 કરોડ રૂપિયા હોત.
નવી દિલ્હીઃ શેર બજારમાં ક્યો સ્ટોક ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દે, તે કોઈ જાણતું નથી. શેર ખરીદવા સમયે લોકો વિચારે છે કે બસ 20-25 ટકાનું રિટર્ન મળી જાય તો ખુબ સારૂ છે. પરંતુ ઘણા સ્ટોકે એવું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે, જેની કલ્પના પણ કરી શકાય નહીં.
કોવિડ કાળમાં જ્યાગે ગ્લોબલ બજારોની સાથે ભારતીય શેર માર્કેટમાં પણ મોટો ઘટાડો આવ્યો હતો, તો ઘણી કંપનીઓના શેર સસ્તા ભાવે મળી રહ્યાં હતા. પરંતુ આજે તેની કિંમત આસમાને પહોંચી ગઈ છે. વાર્ષિક 20-25 ટકાનું રિટર્ન તો છોડો, આ સ્ટોકે ઈન્વેસ્ટરોના પૈસા ડબલથી લઈને 10 ગણા પણ કરી દીધા છે.
મલ્ટીબેગર શેરના આ લિસ્ટમાં નામ આવે છે એમકે વેન્ચર્સ કેપિટલના શેરનું, જેમાં રોકાણ કરનાર રોકાણકારો આજે કરોડપતિ બની ગયા છે. 2004માં આ કંપનીનો સ્ટોક અઢી રૂપિયા પર મળી રહ્યો હતો અને આજે તેની કિંમત 1113 રૂપિયા છે. એટલે કે 19 વર્ષના સમયગાળામાં આ સ્ટોકે 43,000 ટકાનું રિટર્ન આપ્યું છે.
એટલું જ નહીં આ શેરમાં મે 2023માં 1584 રૂપિયાનું હાઈ લેવલ લાગી ચુક્યું છે. જો કોઈ વ્યક્તિએ 19 વર્ષ પહેલા આ કંપનીમાં 1 લાખ રૂપિયાના શેર ખરીદ્યા હોત તો આજે તે રોકાણની કિંમત 4 કરોડ 36 લાખ રૂપિયાથી વધુ હોત.
આ પણ વાંચોઃ પત્નીના નામે ખોલી દો આ એકાઉન્ટ, દર મહિને ₹47,066 ની કમાણી, 1,05,89,741 તો એક સાથે...
જો કોઈ વ્યક્તિએ એમકે વેન્ચર્સ કેપિટલના શેરમાં 2004માં 25 હજાર રૂપિયા લગાવ્યા હોત તો આજની તારીખમાં 1 કરોડનો માલિક હોત. લગભગ આ વાત પર વિશ્વાસ કરવો અશક્ય છે, પરંતુ શેરનો ભાવ અને ઔતિહાસિક આંકડો આ જણાવે છે.
એમકે વેન્ચર્સ કેપિટલ લિમિટેડ, એક નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની છે અને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ પહેલા કંપનીમો ઇકાબ સિક્યોરિટીઝ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડના નામથી ઓળખવામાં આવતી હતી.
ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે. તમે રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube