નવી દિલ્હીઃ કોરોના સંકટનો સામનો વિશ્વભરના લોકો કરી રહ્યાં છે. આ સંકટમાં લોકો આર્થિક મદદ માટે પોતાની પાસે રાખેલા ગોલ્ડનો સહારો લઈ રહ્યાં છે. આ કારણ છે કે ગોલ્ડની વધતી કિંમત વચ્ચે ગોલ્ડ લોનની પણ ડિમાન્ડમાં તેજી આવી છે. આ વચ્ચે ગોલ્ડ જ્વેલરી, બાર અને કોઇનની બેસ્ટ કિંમત માટે MMTC અને PAMP તરફથી બાયબેક અને એક્સચેન્જ ઓફરની શરૂઆત કરવામાં આવી છે. તેના માટે  MMTC અને PAMP પ્યોરિટી વેરિફિકેશન માટે બેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે હેઠળ 60 મિનિટની અંદર તેની સાચી કિંમતનો ખ્યાલ આવી જાય છે. તેમાં કોઈ છુપો ખર્ચ સામેલ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાનો કલર સમયની સાથે ફીકો પડે છે. પરંપરાગર રૂપથી જો કોઈ ગોલ્ડ વેચવા સોની પાસે જાય છે તો એસિડ ટેસ્ટની મદદથી તે જાણકારી મેળવવામાં આવે છે કે આ સોનું કેટલું શુદ્ધ છે અને તેની કિંમત કેટલી હોવી જોઈએ. તેવામાં અહીં વર્લ્ડ બેસ્ટ સ્ટાન્ડર્જનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી તમારા ગોલ્ડની સાચી કિંમત મળે છે. 


અહીં XRF ટેક્નોલોજીનો ઉપયોગ શોનાની શુદ્ધતા ઓળખવા માટે કરવામાં આવે છે. આ પ્રક્રિયાને પૂરો કરવામાં 60 મિનિટ જેટલો સમય લાગે છે અને  MMTCના સ્ટાફ તમને સોનાની સાચી શુદ્ધતા અને વજન જણાવે છે. અહીં 10 ગ્રામથી 3 કિલો સુધીનું વજન થાય છે. 


ડોક્યુમેન્ટ વગર ફક્ત ૩ મિનીટમાં મળશે 50,000 રૂપિયા, આ રીતે ઉઠાવો SBIની આ સ્કીમનો ફાયદો


વેચનારની સામે સોનાની ઓળખ કરવામાં આવે છે, વજન કરવામાં આવે છે, પછી મંજૂરી લઈને તેને ગરમ કરી બારના રૂપમાં પરિવર્તિત કરવામાં આવે છે. બારના રૂપમાં આવ્યા બાદ તેની શુદ્ધતાની ઓળખ XRF ટેક્નોલોજીની મદદથી થાય છે. બારના રૂપમાં પરિવર્તિત થયા બાદ સોનાની કિંમત ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફરના રૂપમાં ગોલ્ડના રૂપમાં તમારા ખાતામાં ચાલી જાય છે. કે તમે એક્સચેન્જના રૂપમાં ગોલ્ડ બાર પાસે રાખી શકો છો. આ બારમાં લખેલું હશે 9999/ 999 / 995 કેટલું શુદ્ધ છે. તેના માટે થોડા ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube