મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ નેત્રહીન લોકોને નોટ ઓળખવામાં મદદ મળે એ માટે એક મોબાઇલ એપ લાવવાનો પ્રસ્તાવ મુક્યો છે હાલમાં દેશમાં 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂ.ની નોટ ચલણમાં છે. આ સિવાય સરકાર 1 રૂપિયાની નોટ પણ માર્કેટમાં મુકે છે. નેત્રહીન લોકો આ નોટોને ઓળખી શકે એ માટે વપરાતી ઇંટાગ્લિયો પ્રિન્ટિંગ (ઉપસેલા અક્ષરથી પ્રિન્ટિંગ)ની સુવિધા મોટી નોટો પર જ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિઝર્વ બેંકે મોબાઇલ એપ બનાવવાની ટેકનોલોજી માટે કંપનીઓ પાસેથી બીડ મગાવી છે. કેન્દ્રિય બેંકની ડિમાન્ડ છે કે મોબાઇલ એપ મહાત્મા ગાંધીની સિરિઝની નવી અને જુની વૈદ્ય નોટોને ઓળખવામાં સક્ષમ હોવી જોઈએ. આ સિવાય એપ મોબાઇલ એપ કે પછી બીજા એપ સ્ટોરમાં વોઇસ મારફતે શોધી શકાતી હોવી જોઈએ. 


રિઝર્વ બેંકની ડિમાન્ડ છે કે આ એપ બે સેકંડમાં નોટની ઓળખ કરવા માટે સક્ષમ હોવી જોઈએ અને આ કામ ઇન્ટરનેટ વગર પણ કરી શકતી હોવી જોઈએ. આ સિવાય એપ બહુભાષી તેમજ અવાજ સાથે નોટિફિકેશન આપતી હોવી જોઈએ. દેશમાં હાલમાં ઓછામાં ઓછા 80 લાખ લોકો એવા છે જે ઓછું જોઈ શકે છે અથવા તો નેત્રહીન છે. આ તમામ લોકોને RBIના આ પગલાથી ફાયદો થશે. 


બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...