U1 ને ભારતીય બજારમાં લોંચ કર્યો હતો. આજે આ સ્માર્ટફોનનો પ્રથમ સેલ બપોરે 12 વાગે અમેઝોન અને કંપનીની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી હતી. હવે કંપનીએ જાણકારી આપી છે કે આ સ્માર્ટફોન વિશે 2,05,400 યૂનિટ ફક્ત 6 મિનિટમાં વેચાય ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવામાં સ્માર્ટફોનની વધુ ડિમાંડને જોતાં કંપની આજે એક જ દિવસમાં બીજીવાર સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સેલનું આયોજન સાંજે 6 વાગે કરવામાં આવશે. આ દરમિયાન કંપની ફરીથી 1 લાખ યૂનિટ્સના સેલમાં ઉપલબ્ધ કરાવશે. આ સ્માર્ટફોનની સૌથી ખાસ વાત એ છે કે તેમાં MediaTek નું નવું Helio P70 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ તેને સેલ્ફી માટે પણ ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.

Debit Card થઇ જશે બેકાર, સ્માર્ટફોનના કેમેરા વડે ATM માંથી નિકાળી શકશો પૈસા


કંપનીએ તેને 3GB/32GB અને 4GB/64GB વાળા બે વેરિએન્ટમાં રજૂ કર્યો છે. તેની કિંમત ક્રમશ: 11,999 રૂપિયા અને 14,999 રૂપિયા રાખવામાં આવી છે. લોંચ ઓફર તરીકે ગ્રાહકોને SBI કાર્ડ્સ પર 5 ટકા કેશબેક, નો-કોસ્ટ EMI અને જિયો દ્વારા 5,750 રૂપિયા સુધી કેશબેક અને 4.2TB 4G ડેટા મળશે.


Realme U1 ના સ્પેસિફિકેશન્સ અને ફિચર્સ
ડુઅલ સિમ (નેનો+નેનો) સપોર્ટવાળા આ સ્માર્ટફોન એંડ્રોઇડ 8.1 ઓરિયો બેસ્ડ ColorOS 5.2 પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 3GB/ 4GB રેમ અને ARM G72 GPU ની સાથે 2.1GHz ઓક્ટા-કોર MediaTek Helio P70 પ્રોસેસર ઉપલબ્ધ છે. તેમાં 6.3-ઈંચ FHD+ (2340X1080) LTPS IPS (ઇન-સેલ) LCD ડિસ્પ્લે, 2.5D કર્વ્ડ ગ્લાસ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. 

7 વર્ષના આ ટેણિયાએ YouTube દ્વારા કરી 155 કરોડની કમાણી, Forbes માં મળ્યું સ્થાન


ફોટોગ્રાફીના સેક્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનના રિયરમાં બે કેમેરા આપવામાં આવ્યા છે. તેનો ફ્રંટ કેમેરો 13MP નો છે, જેનું અપર્ચર f/2.2 છે. તો બીજો કેમેરા 2MP નો છે, જેનું અપર્ચર f/2.4 છે. બેક કેમેરાની સાથે LED ફ્લેશનો સપોર્ટ પણ યૂજર્સને મળશે. ફ્રંટ કેમેરાની વાત કરીએ તો અહીં કંપનીએ 25MP નો કેમેરા છે, તેનું અપર્ચર f/2.0 છે.  


આ સ્માર્ટફોનમાં 32GB/64GB ના બે સ્ટોરેજ ઓપ્શન મળશે. યૂજર્સ તેને કાર્ડની મદદથી 256 GB સુધી વધી શકે છે. ખાસ વાત એ છે કે અહીં ગ્રાહકોને અલગથી કાર્ડ લગાવવા માટે સ્લોટ પણ મળશે. ફિંગરપ્રિંટ સેંસર આ સ્માર્ટફોનની બેક પેનલ પર આપવામાં આવી છે. તેની બેટરી 3500mAh ની છે અને તેનું વજન 168 ગ્રામ છે. કનેક્ટિવિટીની દ્વષ્ટિએ તેમાં Wifi 802.11a/b/g/n/ac, બ્લ્યૂટૂથ 4.2, GPS/A-GPS, ગ્લોનાસ, માઇક્રો-USB અને 3.5mm ઓડિયો જેકનો સપોર્ટ આપવામાં આવ્યો છે.