ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે સમય પ્રમાણે ચૂકવણીના માધ્યમ પણ બદલાયા છે. ઇતિહાસમાં બાર્ટર સિસ્ટમથી લોકો વ્યવહાર કરતા જેમાં વસ્તુની સામે વસ્તુ અપાતી ત્યારબાદ સોનામહોરનો ઉપયોગ કરાયો પછી ચલણી નોટો અસ્તિત્વમાં આવી ત્યારે આજે ટેકનોક્રેટ યુગમાં લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા થાય છે. જ્યા આજે લોકો મોબાઈલમાં રૂપિયા લઈને ફરતા થયા છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ MOBILE WALLET કન્સેપ્ટને પ્રોત્સાહન આપી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય રિઝર્વ બેન્ક(RBI)એ જાહેરાત કરી છે કે ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રોત્સાહન આપવામાં આવે. દેશવાસીઓ વધુમાં વધુ મોબાઈલ વોલેટ જેમ કે પ્રિપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો વધારે ઉપયોગ થાય.


મોબાઈલ વોલેટ એકાઉન્ટ ખોલવું તે બેન્કનું ખાતું ખોલવા જેટલું સરળ છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ સરળતાથી તેને ઓપરેટ કરી શકે છે.  મોબાઈલ વોલેટમાં બેન્ક એકાઉન્ટની જેમ મિનિમમ બેલેન્સ રાખવાની પણ સરળ નથી. જો આવનારા દિવસોમાં RBI કેટલાક પ્રસ્તાવ લાગુ કરે તો મોબાઈલ વોલેટ તમારા બેન્ક એકાઉન્ટની જગ્યા લઈ શકે છે.
હાલમાં મોબાઈલ વોલેટ એકાઉન્ટ સિસ્ટમ એટલા માટે ઉપલબ્ધ નથી કારણકે તેમાં બેન્ક એકાઉન્ટ જેવી કેટલીક ખાસ સુવિધાઓ ઉપલબ્ધ નથી. જેમ કે એક મોબાઈલ વોલેટથી બીજા મોબાઈલ વોલેટમાં રૂપિયા મોકલવા. RBIનો પ્રસ્તાવ છે કે દરેક પ્રિપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટસ માટે ઈન્ટરઓપરેબિલિટી અનિવાર્ય રહેશે. જો આ નિયમ લાગુ થશે તો મોબાઈલ વોલેટ કંપની સાથે KYC કરનાર ગ્રાહકોને આ ફાયદો થશે.


હાલમાં રિઝર્વ બેન્કે પ્રિપેડ પેમેન્ટ ઈન્ટ્રુમેન્ટસમાં રૂપિયા રાખવાની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 2 લાખ કરી છે.આ વાત પરથી સાબિતી મળે છે કે રિઝર્વ બેન્ક 'મોબાઈલ વોલેટ' ઉપયોગને ગંભીરતાથી લઈ રહી છે. મોબાઈલ વોલેટથી નાના વેપારીઓ અને ગામડાઓ તથા નાના શહેરોમાં દુકાનદારોને ફાયદો થશે. રોજની ચૂકવણીની પ્રક્રિયા વધુ મજબૂત બનશે.


અત્યાર સુધી બેન્કોને જ RBIના સેન્ટ્રલ પેમેન્ટ સિસ્ટમ એટલે NEFT અને RTGSની પરવાનગી છે. હવે પ્રિપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) પણ રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ગ્રાહકોને તેની સુવિધા આપી શકશે. તેનાથી મોબાઈલ વોલેટ ગ્રાહકોને UPIની સાથે અન્ય પ્રકારના પેમેન્ટની સુવિધા પણ મળશે.