Bharat Petroleum વેચવા માટે તૈયાર છે મોદી સરકાર, મુકેશ અંબાણી લગાવી શકે છે બોલી
નોમુરાનું કહેવું છે કે સચિવોની સમિતિ દ્વારા કંપનીમાં સરકાર સંપૂર્ણ ભાગીદારી વેચવાની ભલામણો બાદ આ સાર્વજનિક ક્ષેત્રની કંપની બીપીસીએલના ખાનગીકરણની સંભાવના વધી ગઇ છે.
નવી દિલ્હી: મોદી સરકાર ઓઇલ માર્કેટીંગ કંપની ભારત પેટ્રોલિયમમાં પોતાની ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. સરકારી કંપનીઓમાં ભાગીદારી ખરીદવા માટે મુકેશ અંબાણીના સ્વામિત્વવાળી કંપની રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ લિમિટેડ (RIL) બોલી લગાવી શકે છે.
જાપાની સ્ટોકબ્રોકર નોમુરા રિસર્ચે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે રિલાયન્સ ઇન્ડ્રસ્ટ્રીઝ ઉપરાંત સરકારી ક્ષેત્રની એક અન્ય ઓઇલ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશને પણ બીપીસીએલમાં ભાગીદારી ખરીદવામાં રૂચિ દાખવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસઈન્વેસ્ટમેન્ટ મામલાના કોર ગ્રુપે રણનીતિક રોકાણ હેઠળ બીપીસીએલમાં સરકારની પુરી 53.29 ટકાને વેચવાની ભલામણ કરી હતી.
રિઝર્વ બેંક ડિસેમ્બરમાં ફરી ઘટાડી શકે છે વ્યાજ દર
નોમુરાનું કહેવું છે કે સચિવોની સમિતિ દ્વારા કંપનીમાં સરકાર સંપૂર્ણ ભાગીદારી વેચવાની ભલામણો બાદ આ સાર્વજનિક ક્ષેત્રની કંપની બીપીસીએલના ખાનગીકરણની સંભાવના વધી ગઇ છે. અમને લાગે છે કે આ મામલે કેબિનેટની મંજૂરી ફક્ત ઔપચારિકતા છે.
આમ પણ જે એક્ટ હેઠળ બીપીસીએલનું રાષ્ટ્રીકરણ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવ્યું છે. એવામાં આ સંબંધમાં કાયદાકીય વિઘ્ન પણ ન આવવું જોઇએ. રોકાણકારોને મોકલવામાં આવેલી નોટમાં નોમુરાએ કહ્યું છે કે ભલે રિલાયન્સ રિફાઇનિંગ/ કેમિકલમાં પોતાની ભાગીદારી ઓછી કરવા માંગતી હોઅ અને લોનને શૂન્ય કરવા માંગતી હોય પરંતુ બીપીસીએલમાં ભાગીદારી ખરીદવા માટે બોલી લગાવી શકે છે.
દિવાળી પહેલા EPFO કર્મચારીઓને આપશે મોટી ભેટ, ખાતામાં આવશે આટલા રૂપિયા
નોમુરાના નોટના અનુસાર બીપીસીએલમાં ભાગીદારી ખરીદ્યા બાદ રિલાયન્સને 25 ટકા માર્કેટમાં શેર મળી જશે. તેમાં 3.4 કરોડ ટનની વધુ રિફાઇનિંગ ક્ષમતા સાથે જ તેને સાર્વજનિક કંપનીની સંપત્તિ પર પણ અધિકારી મળશે. એટલું જ નહી કંપનીના લગભગ 15000 પેટ્રોલ પંપ દ્વારા રિલાયન્સને પોતાના બિઝનેસને વધારવામાં મદદ મળશે.
જોકે આ મામલે રિલાયન્સ દ્વારા હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. નોમુરાનું અનુમાન છે કે ભારત પેટ્રોલિયમની અંદાજિત કિંમત 750 થી 850 રૂપિયા પ્રતિ શેર હોઇ શકે છે. કોઇપણ બોલી બોલનાર દ્વારા તેની ખરીદમાં રૂચી દાખવવામાં આવતી નથી તો સરકાર ઇન્ડીયન ઓઇલને ખરીદવા માટે કહી શકે છે.