નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડેન્ટ ફંડ માટે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ક્વાર્ટર માટે વ્યાજદરોની જાહેરાત કરી છે. જનરલ પ્રોવિડેન્ટ ફંડ અને આવી અન્ય સ્કીમ પર કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર માટે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે આ ક્વાર્ટર દરમિયાન 7.1 ટકાનું વ્યાજ રોકાણકારોને મળશે. નાણા મંત્રાલયના ઇકોનોમિક અફેયર્સ ડિપાર્ટમેન્ટના બજેટ ડિવીઝને આ વાતની પુષ્ટિ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ ડિવીઝનના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે, એક સામાન્ય જાણકારી માટે તે જાહેરાત કરવામાં આવી રહી છે કે જનરલ પ્રોવિડેન્ટ ફંડના વ્યાજદર 7.1 ટકા રહેશે. તે 1 ઓક્ટોબર 2021થી લાગૂ રહેશે. મહત્વનું છે કે આ પહેલા સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવી નાની બચત યોજનાઓમાં પણ કોઈ ફેરફાર આ ક્વાર્ટર માટે કર્યો નથી. 


આ પણ વાંચોઃ LIC IPO: જલદી આવશે LIC નો IPO, આગામી મહિને SEBI માં અરજી કરશે કંપની


આ બધી સ્કીમ પર લાગૂ થશે વ્યાજદર


1- સામાન્ય ભવિષ્ય નિધિ (કેન્દ્રીય સેવાઓ)


2- કન્ટ્રીબ્યુટરી ફંડ (ભારત)


3- અખિલ ભારતીય સેવા ભવિષ્ય નિધિ


4- સ્ટેટ રેલવે પ્રોવિડન્ટ ફંડ


5- સામાન્ય ભવિષ્ય નિધિ (સંરક્ષણ સેવા)


6- ભારતીય ઓર્ડનન્સ વિભાગ પ્રોવિડન્ટ ફંડ


7- ઇન્ડિયન ઓર્ડનન્સ ફેક્ટરીઝ વર્કમેન પ્રોવિડન્ટ ફંડ


8- ઇન્ડિયન નેવલ ડોકયાર્ડ વર્કમેન્સ પ્રોવિડન્ટ ફંડ


9- સંરક્ષણ સેવા અધિકારીઓ ભવિષ્ય નિધિ


10- સશસ્ત્ર દળો વ્યક્તિગત ભવિષ્ય નિધિ


શું હોય છે GPF 
GPF (ગર્વમેન્ટ પ્રોવિડેન્ટ ફંડ) સરકારી કર્મચારીઓના પ્રોવિડેન્ટ ફંડથી સીધુ જોડાયેલું હોય છે. તે પીએફની જેમ કામ કરે છે. એમ્પ્લોયઝ પ્રોવિડેન્ટ ફંડ એવી કંપનીઓ પર લાગૂ થાય છે જ્યાં 20થી વધુ કર્મચારી કામ કરે છે. ઈપીએફમાં 2.5 લાખ રૂપિયા સુધી ઇનવેસ્ટમેન્ટ ટેક્સના દાયરાથી બહાર રહે છે, જ્યારે જીપીએફમાં આ છૂટ 1.5 લાખ રૂપિયા સુધી રહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube