નવી દિલ્હી: કેંદ્ર સરકાર વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબરી લઇને આવી છે. હવે વડાપ્રધાન વય વંદના યોજના (PMVVY)ના અંતગર્ત વરિષ્ઠ નાગરિક 15 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકશે. તેનાથી તેમને દર મહિને 10,000 રૂપિયા પેંશન મળવાનો રસ્તા સાફ થઇ ગયો છે. એટલું જ નહી આ યોજનાના સભ્ય બનવાની છેલ્લી તારીખ પણ 4 મે 2018થી વધારીને 31 માર્ચ 2020 કરી દેવામાં આવ્યું છે, એટલે કે હવે વરિષ્ઠ નાગરિક આ વધારેલી તારીખ સુધી તેનાથી સભ્ય બની શકશો. પહેલાં આ યોજનામાં રોકાણ મર્યાદા 7.5 લાખ રૂપિયા કરી હતી. આ નિર્ણય કેબિનેટની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે. કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે તેની પુષ્ટિ કરી છે. તેમના અનુસાર રોકાણ મર્યાદા પ્રતિ પરિવાર 7.5 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવાથી વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષાનું કવર વધી જશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'અન્નદાતા' પર સરકાર મહેરબાન, શેરડી પર મળશે 5.5 રૂ. પ્રતિ ક્વિન્ટલ સબસિડી 


એલઆઇસી આપી રહી છે 8 ટકા રિટર્ન
કેંદ્રએ આ પગલું સામાજિક સુરક્ષા વધારવાના ઉદ્દેશ્ય સાથે ભર્યું છે. વડાપ્રધાન વય વંદન યોજના (PMVVY) ભારતીય જીવન વીમા નિગમ (LIC) ચલાવી રહી છે. તેનો ઉદ્દેશ્ય 60 વર્ષથી ઉપરના લોકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. સરકારના અનુસાર માર્ચ 2018 સુધી કુલ 2.23 લાખ વરિષ્ઠ નાગરિકોને આ યોજનાને ગ્રહણ કરી છે. આ પહેલાં વરિષ્ઠ પેંશન વીમા યોજના-2014 ચાલુ હતી, જેમાં 3.11 લાખ વરિષ્ઠ નાગરિકો નોંધાયેલા છે.

પીએમ મોદી ભલે ગમે તેટલા વખાણ કરે, પરંતુ ગઠબંધનનો સવાલ જ નથી: દેવગૌડા


શું છે પીએમવીવીવાઇ
આ યોજના હેઠળ સભ્યોને 10 લાખ સુધી 8 ટકા સુનિશ્વિત રિટર્નના રૂપમાં પેંશન મળે છે. વરિષ્ઠ નાગરિક માસિક, ત્રિમાસિક, છમાસિક અથવા વાર્ષિક આધાર પર પેંશન લે છે. એટલું જ નહી રિટર્ન 8% થી ઓછું આવતાં સરકાર ભરપાઇ કરે છે. 


કેવી રીતે લેશો વડાપ્રધાનમંત્રી વય વંદના યોજનાની સદસ્યતા
નાણામંત્રી અરૂણ જેટલીએ આ પેંશન યોજનાની શરૂઆત 2017માં કરી હતી. આ ઉત્પાદને ઓફલાઇનની સાથે-સાથે ઓનલાઇન પણ સબસ્ક્રાઇબ કરવામાં આવી શકે છે. આ યોજનાને માલ તથા સર્વિસ ટેક્સ (GST) માંથી રાહત આપવામાં આવી છે. પેંશન લેવાના 3 વર્ષ બાદ કેસની જરૂરિયાતોને પુરી કરવા માટે ખરીદ મૂલ્ય 75% સુધી લોન લઇ શકાય છે. પેંશનદારોની પોલિસીના સમયગાળામાં મોત થવાની સ્થિતિમાં ખરીદ મૂલ્ય લાભાર્થીઓને સોંપવામાં આવશે. આ દરમિયાન પડતરની ચૂકવણી સરકાર પાસેથી સબસિડીના રૂપમાં એલઆઇસીને કરશે.