નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થતાં જ મોદી સરકાર એક્શનમાં જોવા મળી રહી છે. ચૂંટણી વર્ષમાં સરકાર ખેડૂતો પર ફોકસ કરી રહી છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ વખતે બજેટ પણ કૃષિ આધારિત હોઇ શકે છે. પરંતુ, આ પહેલાં જ મોદી સરકારે એક યોજના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોને ખેતી માટે દરેક સીઝનમાં ચાર હજાર રૂપિયા પ્રતિ એકરના દરે આર્થિક મદદ કરશે. આ પૈસા સીધા તેમના બેંક એકાઉન્ટમાં નાખવામાં આવશે. સરકાર આ અઠવાડિયે આ યોજનાની જાહેરાત કરી શકે છે. જોકે તેનાથી સરકારી ખજાના પર બોજો પડશે, પરંતુ આ લોનમાફીથી પડનાર બોજાના મુકાબલે ઓછો હશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર ખરીદનારાઓને મોદી સરકારે આપી મોટી ખુશખબરી, વધુ એક વર્ષ ઉઠાવો આ સ્કીમનો લાભ


વ્યાજ મુક્ત લોન પણ આપશે સરકાર
નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ખેડૂતોને આર્થિક મદદ આપવા અને 2022 સુધી તેમની આવક બમણી કરવાના લક્ષ્યને પુરો કરવા માટે સરકાર આ પગલું ભરી રહી છે. સૂત્રોનું માનીએ તો દર મહિને આર્થિક મદદ ઉપરાંત સરકાર ખેડૂતોને એક લાખ સુધી વ્યાજ મુક્ત લોન આપશે. તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયે જ વડાપ્રધાન મોદીએ કૃષિ મંત્રી અને નાણા મંત્રી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ખેડૂતો માટે લોનમાફીની જાહેરાત થઇ શકે છે. પરંતુ સરકારે આ આશંકાઓને નકારી કાઢી. 

PM મોદી કાલથી શરૂ કરાશે મોટી યોજના, બેરોજગારોને ચપટી વગાડતાં મળી જશે નોકરી!


કેટલો પડશે સરકાર પર બોજો
ખેડૂતોની આર્થિક મદદ કરવાથી સરકારી ખજાના પર મોટો બોજો પડશે. એક આંકડા અનુસાર સરકાર લગભગ 2.30 લાખ કરોડ રૂપિયા પડશે. તેમાં 70 હજાર કરોડની ખાધ સબસિડી સહિત અન્ય નાની સ્કીમોને પણ સામેલ કરવામાં આવી શકે છે. ત્રણ રાજ્યોમાં મળેલી હાર બાદ મોદી સરકાર ખેડૂતો પર વધુ ફોકસ કરી રહી છે. 2019માં ફરીથી સત્તામાં વાપસી માટે સરકારે ખેડૂતોને મોટી ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. 

ફાયદાના સમાચાર: મોદી સરકારનો મોટો ફેંસલો, ઓછું થશે વિજબિલ, લાગશે સ્માર્ટ પ્રિપેડ મીટર


ખેડૂત નેતાઓને મળશે PM મોદી
સૂત્રોનું માનીએ તો સરકાર આ અઠવાડિયે ખેડૂતો માટે મોટું એલાન કરી શકે છે. તેના માટે વડાપ્રધાનમંત્રી મોદી પોતે નેતાઓની સાથે બેઠક કરી શકે છે. તો ફેંસલાને અંતિમ રૂપ આપવા માટે PMO અને નીતિ આયોગમાં સતત બેઠક ચાલી રહી છે. તેમાં મહેસૂલ વિભાગથી માંડીને ખર્ચ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર સહિત ઘણા મંત્રાલયના અધિકારોને સામેલ કરવામાં આવ્યા છે.

મોદી સરકારનું 'વિશેષ' ફરમાન, 15 જાન્યુઆરી પછી પહેરવું પડશે ફક્ત આ ખાસ હેલમેટ


ખેડૂતોને ડબલ ફાયદો
ખેડૂતોને પાક માટે 4,000 રૂપિયા પ્રતિ એકરના દરથી આર્થિક મદદ આપવામાં આવશે. આ ઉપરાંત વ્યાજમુક્ત ક્રોપ લોનની મર્યાદાને 50,000 રૂપિયા પ્રતિ હેક્ટરથી વધીને 1 લાખ રૂપિયા સુધી પ્રતિ હેક્ટર કરવામાં આવશે. અત્યાર સુધી 4 ટકા વ્યાજ દરની સબસિડી દર પર ખેડૂતોને ક્રોપ લોન મળતી હતી. યોજના હેઠળ, બેંક 1 લાખ રૂપિયા સુધીની લોન પર કોઇ વ્યાજ નહી મળે.


બેંક આપી રહી ન હતી લોન
લોનમાફીની થઇ રહેલી જાહેરાતો વચ્ચે ઘણી બેંકોએ ખેડૂતોને લોન આપવાનું બંધ કરી દીધું છે. અધિકારીઓનું કહેવું છે કે નવી યોજના ખેડૂતો માટે રસ્તો ખોલશે અને પાકને પેદા કરવામાં ઓછો ખર્ચ થશે, પરંતુ વધતા જતા બેડ લોન ચિંતાનો વિષય બની ચૂકી છે. કૃષિ ક્ષેત્રમાં બેંકોની પાસે લગભગ 3 લાખ કરોડની બેડ લોન છે. કેંદ્વએ 2017-18માં 18 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોનના લક્ષ્યને નક્કી કર્યો હતો, જેને પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. તેમાંથી 70 ટકા કૃષિ લોનના રૂપમાં વેચવામાં આવ્યો છે. 

હવે ઘર ખરીદવું અને બનાવવું થશે સસ્તું, સરકાર આપશે મોટી રાહત


શરતની સાથે મળશે 4000 રૂપિયા
નવી યોજના હેઠળ ખેડૂતોને સીધી ખાતામાં આર્થિક મદદ મળશે. પરંતુ તેના માટે ખેડૂતોને સરકારને થોડી જરૂરી જાણકારીઓ આપવી પડશે. તેમાં પાકને વેચવાના સમયે, ખરીદીની ડિટેલ, તેનું આધાર કાર્ડ, પાકની માત્રા, જમીનનું વિવરણ અન્ય. આ બધા ડેટાને પાકના વેચાણના સમયે ભેગા કરવામાં આવશે. કેંદ્વ સરકારની આ યોજના તેલંગાણા સરકારની યોજનાથી અલગ હશે. તેલંગાણામાં ખેડૂતોને પાકની સીઝન પહેલાં 4000 રૂપિયા પ્રતિ એકર મળી જાય છે.