Kisan Credit Card Scheme: 3 કરોડ ખેડૂતોને લાગી લોટરી, સરકારે દરેક ખેડૂતને આપ્યા 3-3 લાખ, તમને પણ થશે ફાયદો
KCC Latest News: દેશમાં સૌથી ઓછું વ્યાજવાળી આ સ્કીમ દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે. વચ્ચે વચ્ચે સરકાર તરફથી કેસીસી લોનની રકમમાં સબસિડીની પણ જાહેરાત થાય છે.
Kisan Credit Card: કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતોને આર્થિક મદદ માટે પીએમ કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) સહિત અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરવા માટે સરકાર તરફથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના (KCC Scheme) ચલાવવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએસયુ બેંકોના પ્રમુખો સાથે બેઠક કરીને પીએમ કિસાન નિધિના તમામ લાભાર્થી ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card) ઈશ્યુ કરવાનો આદેશ આપ્યો હતો.
કિસાનોને મળે છે આ નાણાકીય સહાયતા
દેશમાં સૌથી ઓછા વ્યાજવાળી આ સ્કીમ દ્વારા ખેડૂતોને નાણાકીય સહાયતા આપવામાં આવે છે. વચ્ચે વચ્ચે સરકાર તરફથી કેસીસી લોનની રકમમાં સબસિડીની પણ જાહેરાત કરાય છે. આ યોજના હેઠળ ખેડૂતોને સૌથી ઓછા વ્યાજ પર પૈસા મળે છે. અનેક ખેડૂતો ખેતીકામ માટે જરૂર પડ્યે તેનાથી પૈસા લે છે સરકાર તરફથી આ યોજના ખેડૂતોને શાહૂકારોની ચૂંગલ અને વધુ વ્યાજની જાળમાંથી બચાવવા માટે શરૂ કરાઈ હતી.
4 ટકાના દરે મળે છે રકમ
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં દેશના ખેડૂતોને 7 ટકાના વ્યાજ દરથી લોન અપાય છે. જો ખેડૂત તરફથી લોનની રકમ સમયસર ભરવામાં આવે તો ખેડૂતોને વ્યાજદરમાં 3 ટકાની છૂટ અપાય છે. એટલે કે લોનની રકમ પર માત્ર 4 ટકા વ્યાજ રહે છે. સરકારની એ કોશિશ છે કે આવનારા સમયમાં દેશના તમામ પીએમ કિસાન લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા આપવામાં આવે.
જાણો દેશની સૌથી સસ્તી અને સારી કોલેજો વિશે...ગુજરાતની કઈ? ખાસ જાણવું જોઈએ
દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 29 કરોડપતિ, આ રાજ્યના મુખ્યમંત્રી પાસે સૌથી વધુ સંપત્તિ
કોલેજ પૂરી થતાં જ દીકરી બની જશે લખપતિ : ખાતામાં હશે 65 લાખ, જાણો કેવી રીતે
3 કરોડથી વધુ ખેડૂતો જોડાયા
સરકાર તરફથી જુલાઈ 2022 સુધીમાં વિશેષ અભિયાન હેઠળ 3 કરોડથી વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) સ્કીમ સાથે જોડવામાં આવ્યા છે. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ 18થી 75 વર્ષની ઉંમરવાળા ખેડૂતો અરજી કરી શકે છે. કેસીસીમાં કિસાનને ખાતર-બીજ, એગ્રીકલ્ચર મશીન, માછલી ઉછેર, પશુ પાલન સહિત અનેક જરૂરી ચીજો માટે લોન મળે છે. જેમાં ખેડૂતને વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધીની લોન મળે છે. આવનારા દિવસોમાં સરકાર તરફથી આ રકમને વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે.
આ રીતે કરો અરજી
ખેડૂતો સુધી તેની પહોંચને સરળ કરવા માટે પીએમ કિસાન નિધિ યોજના સાથે જોડવામાં આવ્યું છે. આ સાથે જ વધુમાં વધુ ખેડૂતોને તેનો ફાયદો આપવા માટે બેંકોને પીએમ કિસાન નિધિ યોજનાનો ડેટા ઉપયોગ કરવા માટે કહેવાયું છે. કિસાન ક્રેડિટ કાર્ડનું ફોર્મ પણ પીએમ કિસાનની વેબસાઈટ પર આપવામાં આવ્યું છે. જો તમ કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માંગતા હોવ તો ફોર્મ ભરીને કોઈ પણ બેંકમાં જમા કરાવી દો અને તમને આ યોજનાનો લાભ મળી જશે.
જરૂરી દસ્તાવેજો
આધાર કાર્ડ
પાન કાર્ડ
ખેતી સંલગ્ન દસ્તાવેજો
અરજીકર્તાનો ફોટો
રાશનકાર્ડ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube