નવી દિલ્હીઃ ભારતીય રેલ અને બીજા સેન્ટ્રલ એન્ટરપ્રાઇઝમાંથી જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે નિવૃત લોકો માટે મોટા ફાયદાની વાત છે. મોદી સરકાર આ રિટાયર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાના વધારાનો ફાયદો આપવા રાજી થઈ ગઈ છે. તેનાથી જૂનિયરથી સીનિયર લેવલના કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડમાં આશરે 1 લાખથી 7 લાખ સુધીનો ફાયદો થશે. આ ફાયદો ગ્રેચ્યુટી અને રજાના બદલે રોકડ ચુકવણી તરીકે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સમાં ઈન્ડિયન રેલવેના પે કમિશન VII અને HRMS ના ડેપ્યુટી ડાયરેક્ટર જય કુમારના હવાલાથી જણાવવામાં આવ્યુ કે નિવૃત કેન્દ્રીય કર્મચારીઓને પહેલા જ મોંઘવારી ભથ્થામાં વધારાનો ફાયદો આપી દેવામાં આવ્યો છે. હવે બાકી રહેલા વિભાગોના લોકોને તેનો ફાયદો આપવામાં આવી રહ્યો છે. તે હેઠળ રેલવેના બધા ઝોનના નિવૃત કર્મચારી આવશે. 


આ પણ વાંચોઃ પુનીત ગોયંકા વિલય બાદ બનનારી નવી કંપનીના MD-CEO પદે યથાવત રહેશે


એક પૂર્વ અધિકારી પ્રમાણે જો કોઈ કર્મચારીની બેસિક સેલેરી નિવૃતિ સમયે 40 હજાર રૂપિયા છે તો તેને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો મોટો ફાયદો થશે. તેની ગ્રેચ્યુટી અને રજાના બદલે ચુકવણીની રકમ આશરે 117000 રૂપિયા વધીને મળશે. તો મૂળ વેતન  2,50,000 રૂપિયા મહિને છે તો નિવૃતિ ફંડમાં સાત લાખ રૂપિયાથી વધુનો વધારો થશે. 


એક જાન્યુઆરી 2020થી 30 જૂન 2020 વચ્ચે નિવૃત લોકોને 21 ટકા ડીએના હિસાબથી ગ્રેચ્યુટી અને રજાના બદલે પૈસા મળશે. તો 1 જુલાઈ 2020થી 31 ડિસેમ્બર 2020ના નિવૃત લોકોને 24 ટકા અને 1 જાન્યુઆરી 2021થી 30 જૂન 2021 વચ્ચે નિવૃત લોકોને 28 ટકાના દરે રિટાયરમેન્ટ ફંડ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube