સરકાર સ્ટાર્ટઅપમાં રોકાણ પર ટેક્સમાંથી મળનાર છૂટની સીમાને વધારવા તથા તે સંબંધમાં વધુ સ્પષ્ટ પરિભાષા તૈયાર કરવા પર વિચાર કરી રહી છે. સૂત્રોએ તેની જાણકારી આપી છે. સરકારે ઉભરતા સાહસિકોની મદદ કરવા માટે ગત વર્ષે સ્ટાર્ટઅપને 10 કરોડ રૂપિયા સુધીના રોકાણ પર ઇન્કમ ટેક્સમાંથી રાહત આપવાની જાહેરાત કરી હતી. આ રોકાણમાં એંજલ રોકાણકારો દ્વારા લગાવવામાં આવેલા પૈસા પણ સામેલ છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇલેક્ટ્રિક કાર 30 રૂપિયામાં 22km દોડશે, 15 મિનિટમાં થઇ જશે ચાર્જ


ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશનલ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (Department for Promotion of Industry and Internal Trade) તથા સેંટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડને લઇને સ્ટાર્ટઅપની ચિંતાઓ દૂર કરવા માટે સતત બેઠક કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ''અમે ઘણી વસ્તુઓ પર વિચાર કરી રહ્યા છીએ જેમાં ટેક્સ છૂટની સીમામાં વધારો પણ સામેલ છે. આ વિશે સ્પષ્ટ પરિભાષાની જરૂરિયાત છે.''

અહીં દરેક વ્યક્તિ પાસે છે બે મોબાઇલ ફોન, મનમૂકીને માણે છે હવાઇ યાત્રાનો આનંદ


જોકે સ્ટાર્ટઅપ એંજલ ટેક્સને પૂરી રીતે ખતમ કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ સૂત્રોના અનુસાર સરકાર છૂટની સીમા અત્યારના 10 કરોડથી વધારીને 25-40 કરોડ કરવા પર વિચાર કરી રહી છે.