મોદી સરકાર વેચી રહી છે સસ્તું સોનું: માત્ર 3 દિવસ માટે છે આ ઓફર, આ રીતે કરી શકો છો ખરીદી
બજારમાં કોઇ દુકાન પર યોગ્ય ક્વોલિટી અને યોગ્ય કિંમત પર ગોલ્ડ આપી રહ્યા છે તેની પર હંમેશા શંકા રહેતી હોય છે. ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આ વર્ષે પણ ગોલ્ડ વેચવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હી: તહેવારની સીઝનમાં લોકો ગોલ્ડ ખરીદતા હોય છે. તેના પાછળનું કારણ આપણી જૂની પરંપરા છે. પૂર્વજો કહેતા આવ્યા છે કે પૈસાનું રાકાણ કરવા માટે ગોલ્ડ સૌથી યોગ્ય છે. જોકે ગોલ્ડ ખરીદવા પર રિસ્ક પણ રહેતું હોય છે. બજારમાં કોઇ દુકાન પર યોગ્ય ક્વોલિટી અને યોગ્ય કિંમત પર ગોલ્ડ આપી રહ્યા છે તેની પર હંમેશા શંકા રહેતી હોય છે. ગ્રાહકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મોદી સરકારે આ વર્ષે પણ ગોલ્ડ વેચવાનો નિર્ણય કર્યો છે. સારી વાત એ છે કે સરકાર પાસેથી ગોલ્ડ ખરીવા પર તમારે તેને રાખવાની માથકૂટ થશે નહીં. 15 ઓક્ટોબરથી સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) રોકાણ માટે ખોલવામાં આવ્યું છે.
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com/hindi ના જણાવ્યા અનુસાર 19 ઓક્ટોબર સુધી તમે રોકાણ કરી શકો છો અને 23 ઑક્ટોબરના રોજ આ બોન્ડ તમને જારી કરવામાં આવશે. RBIએ પહેલા કહ્યું હતું કે સોવરિન ગોલ્ડ બોન્ડ ઓક્ટોબર 2018થી ફેબ્રુઆરી 2019 સુધી દર મહિને જારી કરવામાં આવશે. આગલા મહિને તમે તેમાં 5થી 9 નવેમ્બર સુધીમાં રોકાણ કરી શકો છો અને 13 નવેમ્બરે આ બોન્ડ તમને જારી કરવામાં આવશે. જોકે, અત્યારે SGBમાં રાકાણ કરવાની સારી તક છે અને આ ઘણું સસ્તામાં મળી રહ્યું છે.
વાંચવા માટે ક્લિક કરો: 70% ડિસ્કાઉન્ટ સાથે કરો હવાઇ યાત્રા, આજથી AirAsia પર મળી રહી છે બંપર ઓફર
બજારમાં અહીંયાથી ખરીદો સસ્તુ ગોલ્ડ
હાલના સમયમાં બજારમાં ગોલ્ડનો ભાવ સતત 3,200 રૂપિયા પ્રતિ ગ્રામ ચાલી રહ્યું છે. જ્યારે SGBએ ઇશ્યૂ કરેલી પ્રાઇઝ 3,146 રૂપિયા પ્રતિ ગ્રામ છે. જો તમે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા માંગો છો અને તેના માટે ઓનલાઇન પેમેન્ટ કરો છો તો તમને વધારે ફાયદો થશે. ઓનલાઇન પેમેન્ટ કરવા પર તેમને પ્રતિગ્રામ 50 રૂયિયાની છૂટ મળશે. તેનો અર્થ એવો છે કે જ્યારે તમે 3,069 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવથી ગોલ્ડ ખરીદી શકો છો.
વાંચવા માટે ક્લિક કરો: મોઘવારી દરમાં વધારો: ખાદ્ય ચીજવસ્તુઓ સહિત પેટ્રોલ ડિઝલના ભાવ પહોચ્યાં આસમાને
અહિંયાથી ખરીદી શકો છો સરકારી ગોલ્ડ
SGBનું વેચાણ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. (SHCIL), સિલેક્ટ કરવામાં આવેલી પોસ્ટઓફીસ અને માન્યતા મળેલા શેર બજાર જેવા કે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે શેર માર્કેટ (BSE)ના દ્વારા ખરીદી શકો છો.
તહેવારોની સીઝનામાં BSNLની Jio કરતા પણ સસ્તી ઓફર, માત્ર 9 રૂપિયામાં મળશે આ સુવિધા
પેમેન્ટ કરવાની રીત
બોન્ડ ખરીદવા માટે રોકાણકારની ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક અથવા ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. આ ઉપરાંત કેશ પેમેન્ટની પણ સુવિધા મળશે પરંતુ આ સ્થિતિમાં તેઓ વધુમાં વધું 20 હજાર રૂપિયાની કિંમતના જ બોન્ડ ખરીદી શકે છે.