Kisan Credit Card Scheme: દેશના કરોડો ખેડૂતો માટે મોટી ખુશખબરી છે. કેન્દ્ર સરકાર (Central government) તરફથી દેશના ખેડૂતોને પીએમ કિસાન યોજના (PM Kisan yojana) અંતગર્ત વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે, પરંતુ આજે અમે સરકારની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેના દ્રારા તમને પુરા 1.60 લાખ રૂપિયાનો ફાયદો મળશે. જો તમે પણ ખેડૂત છો અને પૈસાની જરૂર છે તો તમે મિનિટોમાં આ સરકારી સ્કીમ (Government Scheme) નો ફાયદો લઇ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સરકારી સ્કીમ? 
તમને જણાવી દઇએ કે પીએમ કિસાન ઉપરાંત સરકાર તરફથી ખેડૂત ક્રેડિટ કાર્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેના અંતગર્ત તમને કૃષિ લોનનો ફાયદો મળે છે. આ લોન તમે ઘરેબેઠાં જ લઇ શકો છો. ખાસ વાત એ છે કે તમને કોઇ ગેરેન્ટી વિના આ લોન મળી જાય છે. 


પહેલાં મળતો હતો ફક્ત 1 લાખ રૂપિયાનો ફાયદો
પહેલાં આ સ્કીમ અંતગર્ત સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની લોનની સુવિધા આપતી હતી, પરંતુ ખેડૂતોની જરૂરિયાતને જોતાં સરકારે તેની રકમ વધારીને 1.60 લાખ રૂપિયા કરી દીધી છે. ખેડૂતોની ઇનકમને વધારવા અને કૃષિ જરૂરિયાતોને પુરી કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. 

Adani Group shares: અદાણી ગ્રુપના 6 શેર બન્યા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1 લાખને બનાવ્યા 66 લાખ, જાણો કેવી રીતે?


મળે છે સબસિડીનો પણ ફાયદો
કેસીસી સ્કીમ અંતગર્ત ખેડૂતોને મુશ્કેલ સમયમાં લોનની સુવિધા આપવાની હોય છે. આ ઉપરાંત કેસીસી લોનના વ્યાજ પર સરકાર 2 ટકા સબસિડીનો પણ ફાયદો આપે છે. જો તમે લોનની સમયસર ચૂકવણી કરો છો તો તમને 3 ટકા ઇન્સેંટિવ ડિસ્કાઉન્ટ પણ મળે છે. તો બીજી તરફ ક્રેડિટ કાર્ડનું વાર્ષિક વ્યાજ 4 ટકા હોય છે. 


કોન બનાવી શકે છે આ વાળું કાર્ડ
જે પણ ખેડૂતોના નામ પર ખેતી છે તે આ કાર્ડ બનાવી શકે છે. આ ઉપરાંત કાર્ડ માટે એપ્લાય કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઇએ. ખેડૂતોની જમીન કોઇ બેંક અથવા સંસ્થા પાસે બંધ ન હોવી જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube