વર્ષ 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા બાદ  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે દેશની મહિલાઓના હિતમાં અનેક યોજનાઓ શરૂ કરેલી છે. આવી જ એક યોજના છે- પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. આ યોજના દ્વારા કેન્દ્ર સરકાર ગર્ભવતી મહિલાઓને આર્થિક રીતે સશક્ત કરે છે. વર્ષ 2017ની એક જાન્યુઆરીના રોજ મોદી સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જો કે વર્ષ 2022માં મિશન શક્તિના એક ઘટક તરીકે સંશોધિત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો મુખ્ય લક્ષ્યાંક મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કામકાજી મહિલાઓને કામકાજના નુકસાનના આંશિક વળતર બદલ કેશ પ્રોત્સાહન આપવાનું છે. જેથી કરીને મહિલાઓ બાળકના જન્મ પહેલા અને પછી પૂરતો આરામ કરી શકે. આ યોજના દ્વારા ગર્ભવતી મહિલાઓ તથા સ્તનપાન કરાવતી મહિલાઓ વચ્ચે સ્વાસ્થ્ય સંબંધી વ્યવહારમાં સુધારો કરવા ઉપર પણ ભાર આપવામાં આવે છે. સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતી મહિલાઓ માટે આ યોજના બે ભાગમાં અપાતા 5000 રૂપિયાનો લાભ આપે છે. 


મોદી સરકારે આ લાભનો વિસ્તાર હવે બીજા બાળક માટે પણ કર્યો છે. જો કે શરત એ છે કે બીજુ બાળક છોકરી હોય. આ યોજનાની શરૂઆતથી 3.11 કરોડથી વધુ લાભાર્થીઓને કુલ 14103 કરોડ રૂપિયાની રકમનું વિતરણ કરતા નાણાકીય સહાય અપાઈ છે. 


આ યોજના દ્વારા કન્યા ભ્રૂણ હત્યા જેવી બદીઓને દૂર કરીને તથા શ્રમ બળની ભાગીદારીને વધારીને જન્મના સમયે લિંગ ગુણોત્તરમાં સુધારો કરવામાં પણ યોગદાન મળશે. આ ઉપરાંત આ યોજના સમય પર  રસીકરણ, ડિલિવરી રજિસ્ટ્રેશન અને સંસ્થાગત જન્મ માટે રજિસ્ટ્રેશનને પણ પ્રોત્સાહન આપે છે. 


આ દસ્તાવેજોની જરૂર પડશે
યોજનાનો લાભ લેવા માટે પહેલીવાર ગર્ભાવસ્થા ધારણ કરનાર ગર્ભવતી મહિલાના રજિસ્ટ્રેશન માટે મહિલા અને તેના પતિના આધાર કાર્ડ, માતા પિતાના ઓળખપત્ર, બાળકનું જન્મ પ્રમાણપત્ર, બેંક પાસબુકની ફોટોસ્ટેટ કોપી હોવી જરૂરી છે. બેંક ખાતા જોઈન્ટ હોવા જોઈએ નહીં. ગર્ભવતી મહિલાને 5000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે. 


મહિલાના ખાતામાં આવે છે પૈસા
યોજનાનો હેતુ પહેલીવાર માતા બનનારી મહિલાઓને પોષણ આપવાનો છે. 5000 રૂપિયામાંથી પહેલો હપ્તો 1000 રૂપિયાનો જે ગર્ભધારણના 150 દિવસની અંદર નોંધણી કરાવો તો મળે છે, બીજો હપ્તો 2000 રૂપિયાનો 180 દિવસની અંદર અને ઓછામાં ઓછી એક પ્રિનેટલ ચેક અપ થયા પછી અપાય છે. ત્રીજો હપ્તો 2000 રૂપિયાનો હોય છે જે ડિલિવરી અને શિશુનું પ્રથમ રસીકરણ ચક્ર પૂરું થાય તે પછી અપાય છે.


કેવી રીતે કરશો અરજી
પીએમ માતૃત્વ વંદના યોજના હેઠળ ASHA કે ANM દ્વારા અરજી કરી શકો ચો. આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. યોજનાનો લાભ તમામ ગર્ભવતી મહિલાઓને અપાય છે પછી તેમની પ્રસુતિ સરકારી હોસ્પિટલમાં થઈ હોય કે પછી ખાનગી હોસ્પિટલમાં. વધુ વિગતો માટે તમે https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર જઈને મેળવી શકો છો. 


કોને લાભ નહીં મળે
પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના નીચેની શ્રેણીમાં આવતી ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે લાગૂ થશે નહીં. 


1. જે કેન્દ્રીય કે રાજ્ય સરકાર કે કોઈ જાહેર ક્ષેત્રના ઉપક્રમ સાથે નિયમિત રોજગારમાં હોય. 
2. જો કોઈ અન્ય યોજના કે કાયદા હેઠળ સમાન લાભ પ્રાપ્તકર્તા હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube