નવી દિલ્હીઃ Central Employee DA Hike 2023: કેન્દ્રીય કર્મચારીઓને જલદી બે ભેટ મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કેન્દ્રની મોદી સરકાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)અને પેન્શનરો માટે મોંઘવારી રાહત (DR) માં ક્રમશઃ 4 ટકાનો વધારો કરી શકે છે. સરકારની જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 42 ટકાથી વધી 46 ટકા થઈ જશે. તેનાથી પગારમાં ઓછામાં ઓછા 2000 રૂપિયાનો વધારો જોવા મળશે. આ નિર્ણયથી દેશના 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જુલાઈએ જારી થશે AICPI જૂનના આંકડા
હકીકતમાં કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બે વખત વધારો કરે છે. આ વધારો લેબર મિનિસ્ટ્રીના AICPI ઈન્ડેક્સના આંકડા પર નિર્ભર કરે છે. અત્યાર સુધી મે 2023ના આંકડા જારી થઈ ગયા છે, જેનાથી મોંઘવારી ભથ્થાનો દર 45.57 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. હવે માત્ર જૂનના આંકડા આવવાના બાકી છે, જે 31 જુલાઈએ જારી થશે. તેનાથી સ્પષ્ટ થઈ જશે કે જુલાઈથી કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થશે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડીએમાં 4 ટકાનો વધારો થઈ શકે છે. જો આમ થાય તો મોંઘવારી ભથ્થું વધીને 46 ટકા થઈ જશે. સરકાર તેની જાહેરાત ઓક્ટોબર-નવેમ્બરમાં કરશે પરંતુ તે 1 જુલાઈ 2023થી લાગૂ થશે. 


આ પણ વાંચોઃ 11.35% ડિસ્કાઉન્ટ પર સરકાર વેચી રહી છે આ કંપનીના શેર, 28 જુલાઈથી કરી શકશો અરજી


પગારમાં કેટલો થશે વધારો?
એટલે તમે કોઈ સરકારી કર્મચારીની બેસિક સેલેરી જુઓ તો 18000 રૂપિયા હોય છે, તો તેને 42 ટકા પ્રમાણે 7560 રૂપિયા ડીએ મળે છે. જ્યારે મોંઘવારી ભથ્થું 46 ટકા થઈ જશે તો તેને  8280 રૂપિયા ડીએ મળશે. તે અનુસાર પગારમાં દર મહિને 720 રૂપિયાનો વધારો થઈ જશે. જો કોઈનો પગાર 56900 રૂપિયા હોય તો તેને દર મહિને 2276 રૂપિયા અને વાર્ષિક 27312 રૂપિયાનો ફાયદો થશે. 


સરકાર વધારી શકે છે HRA 
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર મોંઘવારી ભથ્થાની સાથે એચઆરએ (House Rent Allowance-HRA) માં પણ વધારો કરી શકે છે. છેલ્લે હાઉસ રેન્ટ એલાઉન્સમાં જુલાઈ 2021માં વધારો કરવામાં આવ્યો હતો અને તેને વધારી 25 ટકા કરવામાં આવ્યું હતું. આ વખતે 3 ટકા સુધી વધારાની શક્યતા છે. તેમ માનવામાં આવી રહ્યું છે કે એક્સ શ્રેણીના શહેરોમાં એચઆરએમાં 3 ટકા અને Y શ્રેણીના શહેરોમાં માત્ર 2 ટકા અને Z શ્રેણીના શહેરોમાં 1 ટકાનો વધારો થઈ શકે છે. કારણ કે સરકારી કર્મચારીનું એચઆરએ શહેરના આધાર પર વધારવામાં આવે છે, તેથી તેને એક્સ, વાય અને ઝેડ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube