નવી દિલ્હી: કોરોના સંકટના લીધે આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી છે. ભારતમાં પણ લોકડાઉનના કારણે ધંધા રોજગારને આંચકો લાગ્યો. સાથે જ કેન્દ્ર સરકારને પણ ઘણી નાણાકીય ખાધ પડી. આ દરમિયાન મોદી સરકારે સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના સંદર્ભમાં મોટો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂન 2021 થી DA પર થશે નિર્ણય
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી મળી છે કે જૂન 2021 બાદ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા સંબંધમાં કોઇ નિર્ણય લેવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે કોરોના સંકટમાં આર્થિક ગતિવિધિઓને સુચારુ રીત ન ચલાવી શકવાના લીધે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હાલમાં ભથ્થું 17 ટકાના દરે આપવામાં આવે છે પરંતુ વધારો કર્યા બાદ તેને 21 ટકા કરી દેવામાં આવે છે પરંતુ મોદી સરકારે હાલ તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


55 લાખથી વધુ કર્મચારીઓ પર અસર
ઉલ્લેખનીય છે કે કર્મચારીઓ અને પેંશનર્સને આશા છે કે જૂન 2021 બાદ ડીએ પર સરકાર રાહત આપી શકે છે અને આમ થાય છે તો સેલરી અને પેંશન વધીને મળશે.  


કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી અને 1 જુલાઇના રોજ ડીએમમાં વધારો કરે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ 4 ટકાનો વધારો કર્યો હતો. હાલ 50 લાખથી વધુ કર્મચારીઓ અને 55 લાખથી વધુ પેંશનર્સ પર તેના પર સીધી અસર પડી રહી છે. 


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube