બેન્ક એકાઉન્ટમાં મોદી સરકાર મોકલશે 78000 રૂપિયાની સબસિડી, બસ કરવું પડશે આ કામ
PM-Surya Ghar: કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકો માટે એવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જેમાં લાભાર્થીને સબસિડી મળે છે. આવી એક યોજના પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી છે. આ યોજનામાં તમને 78 હજાર રૂપિયાની સરકારી સબસિડી તો મળે છે સાથે વાર્ષિક તમે 17થી 18 હજાર રૂપિયાની કમાણી પણ કરી શકો છે. આમ બિલ ભરવાને બદલે તમે એટલા રૂપિયા ઘરબેઠા કમાઈ લેશો.
PM-Surya Ghar, Muft Bijli Yojana: સરકારની આ યોજના તમને મોટો લાભ આપે છે. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય લોકો માટે ઘણી એવી યોજનાઓ શરૂ કરી છે. જેમાં લાભાર્થીઓને સબસિડી મળે છે. આવી એક યોજના પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી છે. યોજના દ્વારા 1 કરોડ ઘરની છત પર સોલર પેનલ લગાવવાનું લક્ષ્ય છે. તેનાથી લાભાર્થીને 300 યુનિટ ફ્રી વીજળી મળશે, જેનાથી વાર્ષિક 18 હજાર રૂપિયાની બચતનું અનુમાન છે. યોજના હેઠળ લાભાર્થીઓને સરકાર અલગ-અલગ કેટેગરીમાં 78000 રૂપિયા સુધીની સબસિડી આપે છે. સબસિડી લેવા માટે ઘરની છત પર સોલર પેનલ લગાવવી જ પૂરતી નથી. તે માટે વિસ્તૃત પ્રક્રિયા છે. આવો આ પ્રક્રિયા સમજીએ..
આ રીતે કરો અરજી
સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ https://pmsuryaghar.gov.in મુલાકાત લેવી પડશે. ત્યારબાદ જે પેજ ખુલશે, ત્યાં એપ્લાય ફોર રૂફટોપ સોલર પેનલ પસંદ કરવાનું છે. ત્યારબાદ તમારે તમારૂ રાજ્ય, વીજળી વિતરણ કંપની, વીજળી ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરવાનું રહેશે. ત્યારબાદ આગળ વધશો તો નવુ પેજ ખુલશે તેના પર ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર એન્ટર કરી લોગિન કરવું પડશે. અહીં એક ફોર્મ હશે, જેમાં ગાઇડલાઇન હેઠળ રૂફટોપ સોલર પેનલ માટે અરજી કરો. અરજી કર્યા બાદ ફીઝિબિલિટી અપ્રૂવલની રાહ જોવી પડશે. અપ્રૂવલ મળ્યા બાદ તમારી DISCOM ની સાથે રજીસ્ટર્ડ કોઈપણ વેન્ડરથી સોલર પેનલ ઈન્સ્ટોલ કરાવી શકો છો.
₹560 થી તૂટી ₹2 પર આવી ગયો આ શેર, હવે રોકેટ બન્યો સ્ટોક, આ સમાચારની અસર!
ઈન્સ્ટોલેશન બાદ સર્ટિફિકેટ છે જરૂરી
સોલર પેનલ ઈન્સ્ટોલેશન થયા બાદ તમારે ડિટેલની સાથે નેટ મીટર માટે અરજી કરવી પડશે. નેટ મીટર ઈન્સ્ટોલ અને DISCOM તરફથી તપાસ કર્યા બાદ તમને પોર્ટલથી કમીશનિંગ સર્ટિફિકેટ મળી જશે. કમીશનિંગ સર્ટિફિકેટ મળતા તમારે પોર્ટલ પર કેન્સલ ચેક અને બેન્ક એકાઉન્ટની વિગત સબમિટ કરવી પડશે.
30 દિવસમાં સબસિડી
આ ડિટેલ સબમિટ થવાના 30 દિવસમાં તમારા બેન્ક એકાઉન્ટમાં સબસિડીના પૈસા મળી જશે. નોંધનીય છે કે આ યોજના હેઠળ 1 કિલોવોટ ક્ષમતાવાળી સોલર પેનલ માટે 30,000 રૂપિયા, 2 કિલોવોટ ક્ષમતાવાળી પેનલ માટે 60,000 રૂપિયા અને 3 કિલોવોટ કે તેનાથી વધુ પેનલવાળી પેનલ માટે 78000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. ગુજરાતમાં મોટા શહેરોમાં લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યાં છે. એકવાર ખર્ચ કર્યા બાદ તમે આ વીજળીથી તમે લાઈટ બિલમાં સીધી બચત કરી શકશો. સરકાર આ યોજનામાં સબસિડી આપતી હોવાથી લોકો પોતાના ધાબાની છત પર સોલર પેનલ લગાવી રહ્યાં છે.
વાર્ષિક 17થી 18 હજાર રૂપિયાની કમાણી
આજે મોદીએ આ યોજનાના જોરદાર વખાણ કરવાની સાથે ગુજરાતનું નામ પણ લીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને દેશવાસીઓની પ્રતિક્રિયા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે 'X' પર લખ્યું કે, 'આ યોજના શરૂ થયાના માત્ર એક મહિનામાં જ 1 કરોડ પરિવારોએ પીએમ સૂર્ય ઘર યોજના માટે નોંધણી કરાવી છે.' પીએમ સૂર્ય યોજના હેઠળ જનરેટ થતી વધારાની વીજળી વેચીને વાર્ષિક 17થી 18 હજાર રૂપિયાની કમાણી કરી શકાય છે. જે તમને મોટો લાભ કરાવી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકોને ખાસ અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'X' પર પોસ્ટ લખ્યું, 'પીએમ સૂર્ય ઘર યોજના માટે દેશના તમામ ભાગોમાં નોંધણી થઈ રહી છે. આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી વધુ નોંધણીઓ થઈ છે. આવી સ્થિતિમાં જેમણે હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેઓએ પણ શક્ય તેટલું જલ્દી રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.'