મોદી સરકારે પાકિસ્તાનને એક ઝટકામાં લગાવ્યો 700 કરોડ રૂપિયાનો ચૂનો, જાણો સમગ્ર મામલો
કેંદ્વની મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 80,000 કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પુરો કરી લીધો છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19 માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી અત્યાર સુધી 85,00 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. તેની જાણકારી અરૂણ જેટલીએ શુક્રવારે આપી હતી. આ ટાર્ગેટને પુરો કરવામાં પાકિસ્તાનીનો પણ ફાળો છે.
નવી દિલ્હી: કેંદ્વની મોદી સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં 80,000 કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પુરો કરી લીધો છે. ચાલુ નાણાકીય વર્ષ 2018-19 માં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટથી અત્યાર સુધી 85,00 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. તેની જાણકારી અરૂણ જેટલીએ શુક્રવારે આપી હતી. આ ટાર્ગેટને પુરો કરવામાં પાકિસ્તાનીનો પણ ફાળો છે.
Avan Trend E ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ, સિંગલ ચાર્જ પર દોડશે 110 KM
શત્રુ શેર દ્વારા એકઠા કર્યા 700 કરોડ
ચાલુ નાણાકીય વર્ષમાં 85000 કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટને પુરો કરવામાં શત્રુ શેરની મોટો સહયોગ છે. શત્રુ શેરો દ્વારા સરકારે 700 કરોડ રૂપિયા એકઠા કર્યા. ભારતમાં લગભગ 3000 કરોડ રૂપિયાના શત્રુ શેર છે. આ શેર ભારતીય શેર બજારમાં રજિસ્ટર વિભિન્ન કંપનીઓમાં છે. કેંદ્વીય કેબિનેટે નવેમ્બર 2018માં આ શત્રુ શેરોને વેચવાનો નિર્ણય કર્યો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ દ્વાર આ શેરોને વેચવામાં આવી રહ્યા છે. આમાંથી 700 કરોડ રૂપિયા શત્રુ શેરોને વેચવામાં આવ્યા છે. આ ઉપરાંત 85,000 કરોડ રૂપિયાના ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટને પુરામાં સીપીએસઇનું મોટું યોગદાન છે. સીપીએસઇના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા સરકારે 10,600 કરોડ રૂપિયા મળ્યા છે. કેંદ્વ સરકારે આગામી નાણાકીય વર્ષ 2019-20 માટે ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય 90,000 કરોડ રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યું છે.
મતદારો થઇ જાવ સાવધાન! 87000 WhatsApp ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે તમારું બ્રેન વોશ
શું હોય છે શત્રુ સંપત્તિ અને શત્રુ શેર
ભાગલા બાદ પાકિસ્તાનમાં જઇને વસેલા લોકો અને 1962ના યુદ્ધ બાદ ચીન જતા રહેલા લોકોની ભારતમાં સ્થિતિ સંપત્તિને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે. 1968માં સંસદ દ્વારા મંજૂર શત્રુ સંપત્તિ અધિનિયમ બાદ આ સંપત્તિઓ પર ભારત સરકારનો કબજો થઇ ગયો હતો. ત્યારથી આ સંપત્તિઓની દેખભાળ ગૃહ મંત્રાલય કરી રહ્યો હતો. દેશના ઘણા રાજ્યોમાં શત્રુ સંપત્તિ ફેલાયેલી છે. 2017માં સરકારે શત્રુ સંપત્તિ અધિનિયમમાં ફેરફાર કરી આ લોકોની સંપત્તિથી અધિકાર ખતમ કરી દીધો હતો. આ ઉપરાંત પાકિસ્તાન અને ચીન જઇને વસેલા લોકો દ્વારા ભારતીય શેર બજારોમાં કરવામાં આવેલા રોકાણને શત્રુ શેર કહેવામાં આવે છે. ભારતમાં લગભગ 3000 કરોડ રૂપિયાના શત્રુ શેર છે.