300 યુનિટ મફત વીજળી, સરકાર આપી રહી છે સબસિડી, આ લોકોને મોટી રાહત
Modi Govt Scheme: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની એવી ઘણી યોજનાઓ છે જેમાં સબસિડી આપવામાં આવે છે. તેમાંથી એક પીએમ સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજના (પીએમએસજીએમબીવાઈ) પણ સામેલ છે.
Modi Govt Scheme: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ઘણી એવી યોજનાઓ છે, જેમાં સબસિડી આપવામાં આવે છે. તેમાંથી એક પીએમ સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજના (પીએમએસજીએમબીવાઈ) પણ સામેલ છે. ફેબ્રુઆરી 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ્ય છત પર સોલર પેનલ લગાવવાની સુવિધા આપી ઘરોને ફ્રી વીજળી ઉપલબ્ધ કરાવવાનો છે.
એક કરોડ ઈન્સ્ટોલમેન્ટનું લક્ષ્ય
યોજનાના માત્ર 9 મહિનાની અંદર 6.3 લાખ ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યા છે, જે એવરેજ 70,000 દર મહિને છે. માર્ચ 2025 સુધી ઈન્સ્ટોલેસનની સંખ્યા 10 લાખ પાર કરી ઓક્ટોબર 2025 સુધી 20 લાખ, માર્ચ 2026 સુધી 40 લાખ તથા માર્ચ 2027 સુધી એક કરોડ સુધી પહોંચાડવાનું અનુમાન છે. એક કરોડ પરિવારોને લાભ પહોંચાડવાના લક્ષ્ય સાથે આ કાર્યક્રમથી સરકારને વીજળીના ખર્ચમાં વાર્ષિક 75000 કરોડ રૂપિયાની બચત થવાની આશા છે.
આ પણ વાંચોઃ 11 ડિસેમ્બરે ખુલશે આ દિગ્ગજ કંપનીનો IPO, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં મળશે શેર, જાણો
શું છે અરજી કરવાની પાત્રતા
આ સ્કીમમાં ભારતીય નાગરિક અરજી કરી શકે છે. આ સિવાય અરજીકર્તા પાસે એક એવું ઘર હોવું જોઈએ જેની છત પર સોલર પેનલ લગાવવા માટે યોગ્ય હોય. અરજી કરનાર પાસે વીજળીનું કનેક્શન હોવું જોઈએ. આ સિવાય અરજીકર્તાએ સોલર પેનલ માટે કોઈ અન્ય સબસિડીનો લાભ પ્રાપ્ત કરેલો હોવો જોઈએ નહીં.
મળે છે ઘણા લાભ
આ યોજના ઘરોની છત પર સબસિડીવાળી સોલાર પેનલ લગાવીને મફત વીજળી પૂરી પાડે છે. પરિવારોને તેમના વીજળીના બિલમાં નોંધપાત્ર બચતનો લાભ મળશે. આ ઉપરાંત, તેઓને તેમની રૂફટોપ સોલાર સિસ્ટમમાંથી ઉત્પન્ન થતી વધારાની વીજળી ડિસ્કોમ્સને વેચીને વધારાની આવક મેળવવાની તક પણ મળશે. ઉદાહરણ તરીકે 3 kW સિસ્ટમ દર મહિને સરેરાશ 300 યુનિટથી વધુ વીજળી પેદા કરી શકે છે. આ યોજનામાં રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલાર એનર્જી પ્લાન્ટ્સ દ્વારા 30 GW સોલાર એનર્જી ક્ષમતા ઉમેરવાની અપેક્ષા છે, જે ભારતના રિન્યુએબલ એનર્જી ધ્યેયોમાં નોંધપાત્ર યોગદાન આપશે.",