નવી દિલ્હી : ભારતીયોનું સ્વિસ બેંકોમાં જમા રકમ ચાર વર્ષમાં પહેલીવાર વધીને ગત્ત વર્ષે એક અબજ સ્વિસ બેંક (7 હજરા કરોડ રૂપિયા)ના વર્તુળમાં પહોંચી ગઇ જે એક વર્ષ પહેલાની તુલનામાં 50 ટકાનો વધારો દર્શાવે છે. સ્વિત્ઝરલેન્ડનાં કેન્દ્રીય બેંકનાં હાલનાં  આંકડાઓમાં આ વાત સામે આવી છે. તેનાં અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંક ખાતામાં મુકાયેલ રકમ 2017માં 50  ટકા કરતા વધીને 7 હજીર કરોડ રૂપિયા (1.01 અરબ ફ્રેંક) થઇ ગઇ.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેની પહેલા  ત્રણ વર્ષ અહીની બેંકોમાં ભારતીયોનાં જમા રકમમાં સતત ઘટાડો આવ્યો હતો. પોતાની બેંકિંગ ગુપ્તતા માટે જાણીતા દેશમાં ભારતીયોએ જમા નાણા એવા સમયે દેખાતો વધારો પરેશાન કરનારો છે જ્યારે ભારત યસરકાર વિદેશોમાં કાળાનાણા રાખનારા લોકોની વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. સ્વિસ નેશનલ બેંકના વાર્ષિક આંકડાઓ અનુસાર સ્વિસ બેંક ખાતામાં જમા ભારતીય રકમ 2016માં 45 ટકા ઘટીને 67.6 કરોડ ફ્રેંક (આશરે 4500 કરોડ રૂપિયા) રહી ગયા. આ રકમ 1987થી આ આંકડાનાં પ્રકાશની સરૂઆત બાદથી સૌથી ઓછી છે. 

એસએનબીનાં આંકડાઓ અનુસાર ભારતીયો દ્વરા સ્વિસ બેંક ખાતામાં સીધી રીતે રખાયેલી રકમ 2017માં લગભગ 6891 કરોડ રૂપિયા (99.9 કરોડ ફ્રેંક) થઇ ગઇ. આ પ્રતિનિધિઓ અથવા નાણા પ્રબંધકો દ્વારા રાખવામાં આવેલા આ નાણા આ દરમિયાન 112 કરોડ રૂપિયા (1.62 કરોડ ફ્રેંડ)રહ્યું હતું. હાલના આંકડાઓ અનુસાર સ્વિસ બેંક ખાતામાં જમા ભારતીયોના જમા રકમમાં 3200 કરોડ રૂપિયા. અન્ય બેંકો દ્વારા 1050 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ તમામ મદોમાં ભારતીયોનાં ધનમાં આલોચ્ય વર્ષમાં વધારો થયો. સ્વિસ બેંક ખાતામાં રખાયેલ ભારતીયોનાં નાણામાં 2011માં તેમાં 12 ટકા, 2013માં 43 ટકા, 2017માં તેમાં 50.2 ટકાનો વધારો થયો. તે અગાઉ 2004માં તે 56 ટકા વધી હતી. 

એસએનબીનાં આ આંકડો એવા સમયે ઇશ્યું કરવામાં આવ્યા છે જ્યારે થોડા મહિનાઓ પહેલા જ ભારત તથા સ્વિત્ઝરલેન્ડની વચ્ચે માહિતીનાં સ્વત આદાન પ્રદાનની એક નવી વ્યવસ્થા લાગુ કરી છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય કાળાનાણાની સમસ્યાનો ઉકેલ મેળવવાનો છે. બીજી તરફ સ્વિત્ઝરલેન્ડની બેંકોના નફો 2017માં 25 ટકા વધીને 9.8 અબજ ફ્રેંક થઇગયા જો કે આ દરિયાન આ બેંકોનાં વિદેશી ગ્રાહકોની જમાઓમાં ઘટાડો થયો. તેની પહેલા 2016માં આ  નફો ઘટીને અડધો 7.9 અબજ ફ્રેંક રહી ગઇ હતી.