નવી દિલ્હીઃ આ દુનિયામાં કદાચ જ કોઈ વ્યક્તિ એવુ હશે જે અમીર બનવાની (How To Become Rich) ઈચ્છા ના રાખતા હોય. લોકો ઓછા સમયમાં કરોડપતિ બનવાની ઈચ્છા રાખતા હોય છે. અને તેના પર અમલ કરવા માટે ખુબ પ્રયત્નો કરતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં मीडिया (Social Media) 29 વર્ષીય મહિલાએ કરોડો રૂપિયાની બચત કરી લીધી છે. અને હવે તે લોકોને મની ઈન્વેસ્ટમેન્ટ્સ ટીપ્સ (Money Investment Tips) આપી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની ઉમંરે કરોડપતિ બની મહિલા:
અમેરિકાના (America News) લૉસ એન્જલસમાં (Los Angeles) રહેનારી 29 વર્ષીય કેટી (Catie) રૂપિયાની બચત (Money Saving Tips) મામલે ખુબ જ નસીબદાર સાબિત થઈ. આટલી નાની ઉંમરમાં તેઓએ 7 કરોડથી વધુ રૂપિયાની બચત કરી. તે 35 વર્ષ સુધી હજુ કેટલાક કરોડ રૂપિયાની બચત કરીને રિટાયરમેન્ટ પ્લાન (Retirement Plan) તૈયાર કરી રહી છે. આ ઉંમરમાં મોટા ભાગે લોકો રૂપિયા બચાવવાની જગ્યાએ ખર્ચા કરવાનું વિચારતા હોય છે. પરંતુ કેટીનો પ્લાન કંઈક  અલગ છે.


જરૂરી ખર્ચાઓનું ધ્યાન રાખો:
કેટીએ જણાવ્યું કે જ્યારથી તેઓએ સેવિંગ કરવાનું શરૂ કર્યું ત્યારથી જ તેઓએ વગર કામના ખર્ચા પર નિયંત્રણ મુક્યું. પહેલા તે લગભગ 17 હજાર રૂપિયા જીમ મેમ્બરશિપમાં (Gym Membership) ખર્ચ કરતી હતી. અને મોંઘા સલોનમાં વાળ કપાવવા માટે 44 હજાર રૂપિયા સુધી ખર્ચ કરતી હતી. પરંતુ હવે તેઓએ આ તમામ ખર્ચા પર નિયંત્રણ રાખ્યું છે. કેટલીક વખત તે નો સ્પેન્ડ ઈયરના (No Spend Year) રૂલને ફોલો કરે છે. જે અંતર્ગત તે માત્ર જરૂરી ચીજ જ ખરીદે છે. આ સિવાય તે કોઈ પણ લક્ઝરી ચીજ વસ્તુ નથી ખરીદતી.
 





વધુ સેલેરી વાળી કંપનીમાં કરો કામ:
કેટી એક એડવર્ટાઈઝિંગ એજન્સીમાં (Advertising Agency) ગ્રાફિક ડિઝાઈનર (Graphic Designer) તરીકે કામ કરી રહી હતી. ત્યાં તેમની સેલેરી ઓછી હતી. ત્યારપછી તેઓએ એક ટેક કંપનીમાં (Tech Company) કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં તેમની સેલેરી વધી ગઈ. તે ફાયનાન્શિયલ ગ્રોથ (Financial Growth) માટે લોકોને કંપની બદલતા રહેવાની સલાહ આપે છે.

બધા જ ઈન્વેસ્ટમેન્ટ છે જરૂરી:
કેટીએ જ્યારે સેવિંગ કરવાની શરૂઆત કરી ત્યારે તેમના ખાતામાં 22 લાખ રૂપિયા હતા. હવે તે રિટાયરમેન્ટ અકાઉન્ટ (Retirement Account), ઈન્ડેક્સ ફંડ (Index Fund) અને હેલ્થ સેવિંગ અકાઉન્ટમાં (Heath Saving Account) ઈન્વેસ્ટમેન્ટ કરે છે.

રેન્ટ બચાવવાના કરો પ્રયત્ન:
કોરોન વાયરસ (Coronavirus) સંક્રમણના કારણે કેટી માતા-પિતા સાથે તેમના ઘરે શિફ્ટ થઈ ગઈ હતી. અને ત્યારથી તે તેમની સાથે જ રહે છે. આ કારણે કેટીને રેન્ટ (Rent) આપવાની જરૂર નથી પડતી. અને તે વધુ રૂપિયા બચાવી શકે છે.

બધી જ સફળતાનો મનાવો જશ્ન:
કેટી પોતાની ઈન્કમના 80 ટકા સેવ કરે છે. પરંતુ તેનો એ મતલબ નહીં કે તે મિત્રો સાથે મસ્તી નથી કરતી. તે ઘણી ટ્રિપ્સ પણ પર જતી હોય છે. પોતાની લાઈફને ઈન્જોય કરતા સેવિંગ પર આપ ફોકસ વધારો