નવી દિલ્હીઃ આઈપીઓમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર છે. આ સપ્તાહે 4 કંપનીઓ પોતાના આઈપીઓ લઈને આવી રહી છે. સારા આઈપીઓમાં રોકાણ કરવાથી મોટી કમાણી થાય છે. તેથી ઈન્વેસ્ટર તેની રાહ જોતા હોય છે. આ સપ્તાહે જે ચાર કંપનીઓના આઈપીઓ આવી રહ્યાં છે તેના નામ આ પ્રકારે છે- આર આર કેબલ (RR Kabel),સમહી હોટલ્સ (SAMHI Hotels),ઝેગલ પ્રીપેડ ઓશિયન (Zaggle Prepaid Ocean Service), ચાવડા ઇન્ફ્રા (Chavda Infra).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવો જાણીએ આ આઈપીઓમાં ક્યાં સુધી બોલી લગાવી શકાય છે. આઈપીઓમાં રોકાણ કરવા માટે કેટલા રૂપિયાની જરૂર પડશે. સાથે તે પણ જાણીશું કે આ આઈપીઓની સાઇઝ કેટલી છે. 


RR Kabel
આ કંપની ઈલેક્ટ્રિક પ્રોડક્ટ્સ બનાવે છે. તેનો આઈપીઓ 13 સપ્ટેમ્બરે ખુલશે. 15 સપ્ટેમ્બર સુધી તેમાં  બોલી લગાવી શકાય છે. કંપનીએ પ્રતિ શેર ઈશ્યૂ પ્રાઇઝ 983-1035 રૂપિયા રાખી છે. 1 લોટમાં 14 શેર છે. જો ઉપરી પ્રાઇઝ પર બોલી લગાવશો તો ઓછામાં ઓછા 14490 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓ 1963 કરોડ રૂપિયાનો છે. 


આ પણ વાંચોઃ PM Kisan: ખેડૂતો માટે જરૂરી સૂચના, ફટાફટ કરો આ કામ, બાકી અટકી જશે પૈસા


SAMHI Hotels
આ આઈપીઓ 14 સપ્ટેમ્બરે ખુલશે. તે માટે 18 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. કંપનીની યોજના તેનાથી 1400 કરોડ ભેગા કરવાની છે. તેમાં ફ્રેશ ઈશ્યૂ અને ઓએફએસ બંને પ્રકારના શેર સામેલ છે. આ આઈપીઓની ઈશ્યૂ પ્રાઇઝ વિશે હાલ કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. 


Zaggle Prepaid Ocean Service
આ એક ફિનટેક કંપની છે. તેનો આઈપીઓ 14 સપ્ટેમ્બરે ખુલશે. કંપની આ આઈપીઓ દ્વારા 563 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે. તેમાં 392 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ અને 171 કરોડ રૂપિયાના ઓફર ફોર સેલ સામેલ છે. 


આ પણ વાંચોઃ 2 રૂપિયાવાળા શેરમાં 33000% ની તેજી, 1 લાખ રૂબપિયાના બની ગયા 3.3 કરોડ રૂપિયા


Chavda Infra
ગુજરાત સ્થિત ચાવડા ઈન્ફ્રાનો આઈપીઓ 12 સપ્ટેમ્બરે ખુલશે. કંપની આઈપીઓ દ્વારા 43.26 કરોડ ભેગા કરશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 60-65 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ આઈપીઓમાં સંપૂર્ણ ફ્રેશ ઈશ્યૂ શેર સામેલ છે. તે માટે 14 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube