નવી દિલ્હીઃ ઓછી આવકવાળા લોકોને હાઉસિંગ લોન આપનારી કંપની, આધાર હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડનો આઈપીઓ 8 મેએ ઓપન થશે. કંપની તે દ્વારા 3000 કરોડ રૂપિયા ભેગા કરવા ઈચ્છે છે. આ આઈપીઓમાં કંપની ₹1,000 કરોડ મૂલ્યના નવા શેર જારી કરશે જ્યારે ઓફર ફોર સેલ એટલે કે OFS થી કંપની 6.35 કરોડ શેર વેચી 2000 કરોડ રૂપિયા ભેગા કરશે. 2000 કરોડ રૂપિયાના શેરનું વેચાણ પ્રમોટરો BCP ટોપ્કો તરફથી કરવામાં આવશે. BCP એક ફંડ છે. તેની પાસે આધાર હાઉસિંગ ફાઈનાન્સની 98.72 ટકા ભાગીદારી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 મેએ થશે ઓપન
રિટેલ ઈન્વેસ્ટરો માટે આધાર હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ 8 મેએ ઓપન થશે અને 10 મે સુધી ખુલો રહેશે. 15 મેએ કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ  (NSE)અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)પર લિસ્ટ થશે. કંપનીએ આ આઈપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 300-315 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 130 રૂપિયા આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે.


ઓછામાં ઓછા  ₹14,805 નું રોકાણ કરવું પડશે
આધાર હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના એક લોટમાં 47 શેર છે. આઈપીઓની અપર પ્રાઇઝ બેન્ડ 315 પ્રમાણે 1 લોટ માટે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા ₹14,805 નું રોકાણ કરવું પડશે. રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 13 લોટ, એટલે કે 611 શેર માટે બોલી લગાવી શકે છે. જે માટે ₹199,892 રોકાણ કરવું પડશે. 


આ પણ વાંચોઃ સોનામાં વળી પાછો જોવા મળ્યો કડાકો, ચાંદી મોંઘી થઈ, ભાવમાં ભારે ઉથલપાથલ...જાણો રેટ


35 ટકા રિટેલ ઈન્વેસ્ટરો માટે રિઝર્વ
કંપનીના આઈપીઓનો 50 ટકા ભાગ ક્વોલીફાઈડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે રિઝર્વ છે. આ સિવાય 35 ટકા ભાગ રિટેલ ઈન્વેસ્ટરો અને બાકી 15 ટકા ભાગ નોન-ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) માટે રિઝર્વ છે.


આધાર હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓ GMP
ગ્રે માર્કેટ પર નજર રાખનારી વેબસાઇટ આઈપીઓવોચ અનુસાર આધાર હાઉસિંગ ફાઈનાન્સ આઈપીઓના અનલિસ્ટેડ શેર ગ્રે માર્કેટમાં 130 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. તેનો મતલબ છે કે અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે જુઓ તો આધાર હાઉસિંગના શેર માર્કેટમાં 445 રૂપિયા પ્રતિ શેર પર લિસ્ટ થઈ શકે છે. પરંતુ અહીં તે વાત ધ્યાનમાં જરૂર રાખવી જરૂરી છે કે જો ગ્રે માર્કેટમાં કોઈ આઈપીઓના શેર પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે તો તેનું લિસ્ટિંગ પણ પ્રીમિયમ પર થાય. તેનાથી ઉલ્ટું પણ થઈ શકે છે.