નવી દિલ્હીઃ જ્વેલરી સ્ટોક કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા (Kalyan Jewelers India ltd)એ એક વર્ષમાં રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ મલ્ટીબેગર સ્ટોકમાં પૈસા લગાવનાર રોકાણકારોનું રોકાણ 12 મહિનામાં અઢી ગણું વધી ગયું છે. પાછલા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે એનએસઈ પર કલ્યાણ જ્વેલર્સનો શેર 10 ટકાની જોરદાર તેજીની સાથે 258.15 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. 52 વીક લોથી આ શેર હવે 188 ટકા વધી ગયો છે. કલ્યાણ જ્વેલર્સનો 52 સપ્તાહનો લો 90 રૂપિયા છે, જે તેણે 22 નવેમ્બર 2022ના ટચ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કલ્યાણ જ્વેલર્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં શાનદાર કારોબાર કર્યો છે. હાલમાં જારી જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામ અનુસાર વાર્ષિક આધાર પર કંપનીના રેવેન્યૂમાં કંસોલિડેટેડ બેસિસ પર 27 ટકાનો વધારો થયો છે. ક્વાર્ટર દરમિયાન કંપનીએ વાર્ષિક આધાર પર ઈન્ડિયા ઓપરેશન્સમાં 32 ટકાનો રેવેન્યૂ ગ્રોથ નોંધ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં કંપનીએ નોન-સાઉથ માર્કેટ્સમાં 13 નવા શોરૂમ ખોલ્યા છે. આગામી 40 દિવસમાં કંપની વધુ 26 શો-રૂમ ખોલવાની છે. 


એક વર્ષમાં 154 ટકાનું રિટર્ન
કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા (Kalyan Jewellers India Ltd) ના સ્ટોકે રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ શેર 154 ટકા વધ્યો છે. 10 ઓક્ટોબર 2022ના આ શેરની કિંમત 101.70 રૂપિયા હતી, જે હવે વધીને 258.15 રૂપિયા પર પહોંચી છે. આ રીતે છેલ્લા છ મહિનામાં સ્ટોકે 147 ટકાનો ગ્રોથ કર્યો છે. 6 માર્ચ 2023ના કલ્યાણ જ્વેલર્સના શેરની કિંમત 117.15 રૂપિયા હતી. 


આ પણ વાંચોઃ DA Hike: કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે, ડીએમાં વધારા સાથે મળશે ત્રણ મહિનાનું એરિયર


જો કોઈ ઈન્વેસ્ટરે આજથી એક વર્ષ પહેલા કલ્યાણ જ્વેલર્સના શેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને આજ સુધી તે ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો આજે તેના ઈન્વેસ્ટમેન્ટની વેલ્યૂ 253,834 રૂપિયા થઈ ચુકી છે. એટલે કે આ સમયગાળામાં પૈસા અઢી ગણા વધી ચુક્યા છે. 


દેશ-વિદેશમાં ફેલાયો છે કારોબાર
કલ્યાણ જ્વેલર્સ ભારતના સૌથી જૂના બિઝનેસ ગ્રુપમાંતી એક છે. તેના કારોબારનો પાયો 1908માં નખાયો હતો. જ્વેલરી રિટેલિંગનો કારોબાર 1993માં શરૂ થયો હતો. જ્વેલરી બ્રાન્ડની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આજે કલ્યાણ જ્વેલર્સના ભારત અને મિડલ ઈસ્ટમાં 150થી વધુ શો-રૂમ છે. તેમાંથી 120 શોરૂમ ભારતમાં છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube