નવી દિલ્હીઃ જો તમે પણ શેર માર્કેટથી મોટી કમાણી (Stock Market)કરવા ઈચ્છો છો અને મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock)શોધી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. શેર બજારમાં ઘણા એવા શેર હાજર છે, જેણે ખુબ ઓછા સમયમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપતા માલામાક બનાવ્યા છે. આવો એક સ્ટોક એગ્રોકેમિકલ કંપની કિલપેસ્ટ (Killpest)નો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિલપેસ્ટના સ્ટોકના ઈતિહાસ પર નજર કરો તો માત્ર 8 વર્ષમાં 1 લાખના રોકાણ પર ઈન્વેસ્ટરોને કરોડપતિ બનાવી દીધા છે. માર્કેટ એક્સપર્ટ પ્રમાણે હજુ પણ તેમાં તેજી જોવા મળે છે અને તે વર્તમાન લેવલથી 46 ટકાથી પણ ઉપર ઉછળી શકે છે. તે શેર 14 સપ્ટેમ્બરે બીએસઈ પર 0.28 ટકાના ઘટાડા સાથે 810.15 રૂપિયા પર બંધ થયો છે. 11 સપ્ટેમ્બરે તે રેકોર્ડ હાઈ પર હતો. 


આ પણ વાંચોઃ 1 લાખ રૂપિયાના રોકાણને બનાવી દીધા 80 લાખ... ત્રણ વર્ષમાં આપ્યું તોફાની રિટર્ન


8 વર્ષમાં કરોડપતિ
24 સપ્ટેમ્બર 2015ના આ શેર માત્ર 7.90 રૂપિયામાં મળી રહ્યો હતો. હવે તે 10155 ટકા ઉપર 810.15 રૂપિયા પર છે. આ રીતે 8 વર્ષમાં કિલપેસ્ટે એક લાખના રોકાણને 1 કરોડ રૂપિયા બનાવી દીધા છે. 


એક વર્ષમાં 175 ટકા રિટર્ન
પાછલા વર્ષે 29 સપ્ટેમ્બર 2022ના તે એક વર્ષના નિચલા સ્તર 315.05 રૂપિયા પર હતો. ત્યારબાદ એક વર્ષથી પણ ઓછા સમયમાં 175 ટકા ઉછળી 11 સપ્ટેમ્બર 2023ના 697 રૂપિયાના રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube