નોટો છાપવાનું મશીન બન્યો આ શેર, ત્રણ વર્ષમાં લાખોપતિથી કરોડપતિ બન્યા ઈન્વેસ્ટરો
Multibagger Stock- એસજી માર્ટનો શેર ઈન્વેસ્ટરો માટે પારસ પથ્થર સાબિત થયો છે. છેલ્લા છ મહિનામાં આ સ્ટોકે 400 ટકાનું રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ શેર બજારમાં ક્યારેક કોઈ શેર નોટ છાપવાનું મશીન બની ગાય છે. તેવામાં ઈન્વેસ્ટરોને માલામાલ બનાવનાર સ્ટોક છે એસજી માર્ટ લિમિટેડ (SG Mart Ltd).આ શેરની કિંમત જે ત્રણ વર્ષ પહેલા માત્ર 95 રૂપિયા હતી તે આજે 11371 રૂપિયા થઈ ગઈ છે. આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કરનારા રોકાણકારો ત્રણ વર્ષના ગાળામાં કરોડપતિ બની ગયા છે. એસજી માર્ટ લિમિટેડની 52 સપ્તાહની નીચી સપાટી 342.95 રૂપિયા છે.
SG Mart ના શેરનું વર્તમાન પ્રદર્શન ખુબ દમદાર છે. છેલ્લા એક વર્ષમાં આ સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને આશરે 2500 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 51 ટકાનો વધારો થયો છે. ત્રણ મહિનામાં આ શેરમાં 68 ટકાની તેજી આવી છે. તો છ મહિનામાં એસજી માર્ટના સ્ટોકે ઈન્વેસ્ટરોને 400 ટકાનું રિટર્ન આપ્યું છે.
ત્રણ વર્ષમાં ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
એસજી માર્ટના શેરમાં જે ઈન્વેસ્ટરોએ ત્રણ વર્ષ પહેલા પૈસા લગાવ્યા હતા, તેને બમ્પર નફો મળ્યો છે. ત્રણ વર્ષ પહેલા તેના શેરની કિંમત 95 રૂપિયા હતી, જે હવે વધીને 11371 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે કોઈ ઈન્વેસ્ટરે ત્રણ વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને અત્યાર સુધી રોકાણ જાળવી રાખ્યું હોત તો આજે તેના રોકાણની વેલ્યૂ વધીને 1.2 કરોડ થઈ ગઈ હોત.
આ પણ વાંચોઃ સોમવારથી મળશે પૈસા કમાવાની તક, ઓપન થઈ રહ્યાં છે 3 આઈપીઓ, જાણો વિગત
આ રીતે જો કોઈ ઈન્વેસ્ટરે છ મહિના પહેલા એસજી માર્ટના સેરમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને પોતાના રોકાણને યથાવત રાખ્યું હોત તો તેને 500,484 રૂપિયા મળ્યા હોત. આ એટલા માટે છ મહિના પહેલા આ શેરની કિમત 2271.65 રૂપિયા હતી, જે 400 ટકા વધી 11371 રૂપિયા થઈ ગઈ છે.
રેવેન્યૂમાં આવ્યો ઉછાળ
તાજેતરના ડિસેમ્બર ક્વાર્ટરમાં, કંપનીની આવક વાર્ષિક ધોરણે 47,903 ટકા વધીને રૂ. 748.26 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં માત્ર રૂ. 1.56 કરોડ હતી. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 17.19 કરોડ હતો, જે ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં શૂન્ય હતો.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે, એટલે રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube