જો તમે પણ પીપીએફ એકાઉન્ટમાંથી અધવચ્ચે પૈસા ઉપાડવા માંગતા હોવ તો પૈસા કાઢતા પહેલા પીપીએફ ખાતા સંબંધિત ટેક્સ નિયમ ખાસ જાણી લો. કારણ કે પીપીએફ આખાતમાંથી અધવચ્ચે પૈસા કાઢવા પર તમને નુકસાન થઈ શકે છે. આથી જો અચાનક પૈસાની જરૂર પડે તો આ નિયમને ફોલો કરીને તમે પીપીએફ ખાતામાંથી મેચ્યોરિટી પૂરી થતા પહેલા પૈસા કાઢી શકો છો. પરંતુ અધવચ્ચે કાઢેલી રકમ ટેક્સના દાયરામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ એટલે કે PPF માં ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ હાલના સમયમાં લોકો માટે સારો વિકલ્પ છે. કારણ કે તેમાં ગ્રાહકોને સારા વ્યાજ દરની સાથે ટેક્સની છૂટ પણ મળે છે. આથી આ સ્કીમમાં મોટાભાગના લોકો રોકાણ કરવાનું પસંદ કરે છે. કારણ કે સરકારની આ યોજનામાં ગ્રાહકો કોઈ પણ ટેન્શન વગર પોતાના પૈસા રોકી શકે છે. આ સ્કીમ હેઠળ 500 રૂપિયાથી ખાતું ખોલાવીને રોકાણની શરૂઆત થઈ શકે છે. 


7.1 ટકા વ્યાજ દર
આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે તેમાં ગ્રાહકો હપ્તામાં પૈસા જમા કરી શકે છે. જો ગ્રાહક ઈચ્છે તો એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા એક જ વખતમાં રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં ગ્રાહકોને 7.1 ટકાના હિસાબે વ્યાજ અપાશે. જો તમે નવા નાણાકીય વર્ષમાં રોકાણ કરતા હોવ તો પણ તમને 7.1 ટકા જ વ્યાજ મળશે. કારણ કે સરકારે આ સ્કીમના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ યોજનાનો લાભ લેવા માટે તમે દેશના કોઈ પણ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો. 


પ્લાસ્ટિકની બોટલ ખરીદો તો તેની નીચેનો આ નંબર જરૂર ચેક કરો, 1 નંબર હોય તો ફેંકી દો!


100 Rupee Coin: 99 ટકા લોકોને ખબર નહીં હોય 100 રૂપિયાના સિક્કા વિશે આ માહિતી


વાયરલ થતા જ 'મેટ્રો ગર્લ' બની સોશિયલ મીડિયા સ્ટાર, ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ વધ્યા


ઉપાડેલા પૈસા પર આપવો પડશે ટેક્સ
જો તમે પીપીએફ એકાઉન્ટની મેચ્યોરિટીને પૂરી થતા પહેલા પૈસા કાઢવા માંગતા હોવ તો તમારે ઓછામાં ઓછા 7 વર્ષ સુધી રાહ જોવી પડશે. તે પહેલા તમે પૈસા કાઢી શકશો નહીં કારણ કે આ સ્કીમનો લોકિંગ પિરિયડ 15 વર્ષનો હોય છે. પીપીએફ ખાતામાંથી 7 વર્ષ બાદ તમે ફક્ત 50 ટકા પૈસા કાઢી શકો  છો. પરંતુ વર્ષભરમાં ફક્ત એક જ વારમાં પૈસા ઉપાડી શકો છો. આ સ્કીમમાં તમે મેચ્યોરિટી પહેલા જો રકમ ઉપાડશો તો તેના પર તમારે ટેક્સ આપવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube