નવી દિલ્હી : આખા દેશમાં ચોમાસું ઝડપથી સક્રિય બની રહ્યું છે અને હવે તે મહારાષ્ટ્રથી આગળ વધીન છત્તીસગઢ અને બિહાર તરફ ગતિ કરી રહ્યું છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ ચેતવણી જાહેર કરી છે કે આગામી 72 કલાક દેશના 16 રાજ્યો પર ભારે છે. હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે અને હવામાન ખાતાએ આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જેનો મતલબ છે કે વરસાદથી સાથે તોફાનના કારણે તબાહી સર્જાઈ શકે છે. હવામાન ખાતાએ કેટલાક વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોસમ વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આવતા 72 કલાકમાં દિલ્હી-એનસીઆર સહિત ચંડીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તોફાન આવી શકે છે અને ધુળવાળી આંધી લોકોને પરેશાન કરી શકે છે. હવામાન ખાતાએ તટીય વિસ્તારની આસપાસ રહેતા લોકોને સતર્ક રહેવાનું કહ્યું છે અને કોઈ નદી કે સમુદ્રની આસપાસ ન જવાનો નિર્દેશ આપ્યો છે. 


અમરનાથ યાત્રા પર નજર રાખી બેઠું છે પાકિસ્તાન, 200 આતંકીઓને મોકલવાની ફિરાકમાં


હવામાન ખાતાના એલર્ટ પ્રમાણે દિલ્હી-એનસીઆરના આસપાસના કેટલાક વિસ્તારો માટે 24 કલાક મહત્વના છે. દેશના હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, વિદર્ભ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિસા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ તેમજ હિમાચલ પ્રદેશમાં ભારે તોફાન સાથે વીજળીની ગાજવીજ થવાની શક્યતા છે. છેલ્લા એક મહિના દરમિયાન ખરાબ વાતાવરણને કારણે સર્જાયેલી કુદરતી દુર્ઘટનામાં 400થી વધારે લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે અને એનાથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તારમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ સિવાય આગામી 24 કલાકમાં સમુદ્રી વિસ્તાર, ગોવા, સાઉથ કોંકણ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કેરળ, તામિલનાડુ, પોડિંચેરી અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ છે. 


હવામાન ખાતાની આગાહી પ્રમાણે વરસાદ 11 જૂને કર્ણાટકના તટીવ વિસ્તારો, ગોવા, કોંકણ, ઓડિસા, કેરળ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય સુધી, 12 જૂને પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને છત્તીસગઢ, સુધી, 13 જૂને અરૂણાચલ પ્રદેશ સધી અને 15 જૂન સુધી ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જામી જશે. 10થી 15 જૂન વચ્ચે અમદાવાદ, સુરત, નાગપુર, નાસિક, ભોપાલ, ઇન્દોર, ઉજ્જેન, જબલપુર, રાંચી, ગયા, પટના, ધનબાદ, દરભંગા, ગોરખપુર, છપરા તેમજ કોરબા જેવા શહેરોમાં ભારે વરસાદનું અનુમાન છે. 


બિઝનેસની દુનિયાના તમામ સમાચાર જાણવા કરો ક્લિક...