નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 3જી મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં જનતા માટે સારા સમાચાર પણ આવ્યાં છે. ગત મહિને જથ્થાબંધ ફુગાવાના દર (WPI Inflation)માં ભારે ઘટાડો થયો છે. કેન્દ્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ દેશમાં જથ્થાબંધ ફુગાવાનો દર (મોંઘવારી દર) ફેબ્રુઆરીમાં 2.26 ટકા હતો જે ઘટીને એક ટકા રહ્યો. વાર્ષિક આધારે જોઈએ તો ગત વર્ષ માર્ચમાં તે 3.18 ટકા હતો આથી આ હિસાબે આ ઘટાડો સામાન્ય લોકો માટે ઘણો રાહતભર્યો છે. શિયાળામાં ડુંગળીના ભાવમાં આગ લાગી હતી જ્યારે તેનાથી ઉલટુ માર્ચ મહિના સુધીમાં મોંઘવારીમાં ઘટાડો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે બહાર પડેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ખાવા પીવાની વસ્તુઓની મોંઘવારી 7.79 ટકા હતો જે માર્ચમાં ઘટીને 4.91 ટકા થયો. સરકારે આ સાથે જ જાન્યુઆરીના જથ્થાબંધ ફુગાવનાના દરના આંકડાને 3.10 ટકાથી સંશોધિત કરીને 3.52 ટકા કર્યો છે. 


ડુંગળીના ભાવોમાં થયો હતો વધારો પરંતુ અન્ય શાકભાજી સસ્તા થયા હતા
રિપોર્ટ મુજબ રોજેરોજ ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં શાકભાજીનો મોંઘવારી દર 29.97 ટકા હતો જે માર્ચમાં ઘટીને 11.90 ટકા થયો. જાણકારોનું કહેવુ છે કે માર્ચ મહિનામાં જો મોંઘવારી રહી પણ હશે તો તેના માટે સૌથી વધારે ડુંગળીના ભાવ જવાબદાર છે. ડુંગળીનો મોંઘવારી દર 112.31 ટકા રહ્યો છે.