નવી દિલ્હીઃ Stocks to Buy: શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આ રીતે બજારમાં કમાણી માટે સોલિડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીની જરૂર હોય છે. તેમાં બ્રોકરેજ હાઉસ મદદ કરી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ મોર્નગ સ્ટૈનલીએ આજે પીએનબી હાઉસિંગ ફાયનાન્સ પર દાંવ લગાવવાની સલાહ આપી છે. શેર પર 36 ટકાનો અપસાઇડ ટાર્ગેટ છે. આ શેર NSE પર આજે 3.2 ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તેવામાં જો આ શેરને પોર્ટફોલિયોમાં સામેલ કરવા ઈચ્છો છો કે પહેલાથી પોર્ટફોલિયોમાં છે તો બ્રોકરેજની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી જાણી લેવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Morgan Stanley on PNB Housing Finance 
બ્રોકરેજ હાઉસે શેર પર ઓવરવેટનું રેટિંગ જાળવી રાખ્યું છે. શેર શુક્રવારે 513 રૂપિયાના ભાવ પર બંધ થયો, પરંતુ ટાર્ગેટ 700 રૂપિયાનો છે. એટલે કે રોકાણકારોને 36 ટકા સુધીનું મોટું રિટર્ન મળી શકે છે. નોંધનીય છે કે બ્રોકરેજના રડાર પર શેર રાઇટ ઈશ્યૂને કારણે ચાલતો આવ્યો છે. કંપનીના બોર્ડે 9 માર્ચ 2022ના રાઇટ્સ ઈશ્યૂ દ્વારા 2500 કરોડ રૂપિયાનું ફંડ ભેગું કરવાની મંજૂરી આપી હતી. 


આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં ઘરખમ ઘટાડો, ખરીદવાનું ચૂકતા નહી, આ છે 10 ગ્રામનો ભાવ


રાઇટ ઈશ્યૂને કારણે ફોકસમાં સ્ટોક
PNB હાઉસિંગ ફાઇનાન્સનો રાઇટ ટૂ ઈશ્યૂ 13 એપ્રિલ 2023ના ખુલશે અને 27 એપ્રિલે બંધ થશે. રાઇટ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ 5 એપ્રિલ 2023 છે. તે વર્તમાન માર્કેટ કેપ બેસ કેસના આધાર પર 30 ટકા છે. બ્રોકરેજ રિપોર્ટ પ્રમાણે FY24-25 માટે બેસ કેસ PAT 8 થી 9 ટકા સુધી વધવાનું અનુમાન છે. કારણ કે ફન્ડિંગ ખર્ચ ઘટવાનું અનુમાન છે. 


PNB Housing Finance સ્ટોક રિટર્ન
એક્સચેન્જ આંકડા પ્રમાણે શેરમાં 5 દિવસમાં આશરે 9 ટકાનો વધારો થયો છે. શેર છેલ્લા એક મહિનામાં 10 ટકા જેટલો તૂટ્યો છે. પરંતુ છ મહિનાના સમયમાં સ્ટોક રિટર્ન 35 ટકાથી વધુનું રહ્યું છે. વર્ષની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ સ્ટોકે 29.5 ટકા જેટલું પોઝિટિવ રિટર્ન આપ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube