નવી દિલ્હી : વોડાફોન ઇન્ડિયાએ પોતાના પોસ્ટપેઇડ ગ્રાહકોને મોટી સરપ્રાઇઝ આપી છે. કંપનીએ નવા સ્માર્ટ પ્લાન લોન્ચ કર્યા છે. ખાસ વાત તો એ છે કંપની ગેરંટી આપે છે કે આ અત્યાર સુધીનો સૌથી ઓછા બિલવાળો પ્લાન હશે અને હજી સુધી આવો પ્લાન કોઈ કંપનીએ નહીં આપ્યો હોય. ઓછા બિલ સાથે વોડાફોન કોમ્પિલીમેન્ટરી મોબાઇલ ઇન્શ્યોરન્સ, અનલિમિટેડ ઇન્ટરનેશનલ રોમિંગ તેમજ એન્ટરટેઇનમેન્ટ કન્ટેન્ટની ઓફર્સ પણ છે. આ તમામ સુવિધા એક જ પ્લાનમાં મળશે. વિદેશ યાત્રા દરમિયાન પણ અનલિમિટેડ ફ્રી કોલ્સની પણ ઓફર છે. જોકે,  હાલમાં એક એડ-ઓન પેક તરીકે ઉપલબ્ધ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નવા પ્લાનના ફિચર મારફતે ગ્રાહક પોતાના મિત્રો, પરિવારજનો તેમજ અન્ય ડિવાઇસમાં એકસાથે રેડ ટુગેધ પ્લાનનો ફાયદો લઈ શકે છે. ટોટલ રેન્ટલમાં 20 ટકા સુધીની બચત કરી શકાય છે અને એક જ બિલ મારફતે તમામ સુવિધાની ચૂકવણી કરી શકાય છે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે વોડાફોનનો નવો રેડ પોસ્ટપેઇડ પ્લાન પાવર પેક્ડ એન્ટરટેઇનમેન્ટ પેકેજ સાથે આવે છે. આમાં ગ્રાહકને એમેઝોન પ્રાઇમનું 12 મહિનાનું સબસ્ક્રિપ્શન પણ મળશે. આની મારફતે યુઝર્સ પ્રાઇમ વીડિયો પર અનલિમિટેડ બોલિવૂડ, હોલિવૂડ, રિજનલ ફિલ્મો તેમજ ટીવી શોનો આનંદ ઉઠાવી શકે છે. આ સિવાય ગ્રાહક પ્રાઇમ મ્યુઝિક સાથે હજારો ગીતોને ઓફલાઇન ડાઉનલોડ કરીને એડ ફ્રી મ્યુઝિકનો આનંદ ઉઠાવી શકે છે. 


રેડ પોસ્ટપેઇડના ગ્રાહકોને 12 મહિના માટે ફ્રી વોડાફોન પ્લે પણ મળશે જેના પર વે અનલિમિટેડ લાઇવ ટીવી, નવી ફિલ્મ્સ તેમજ ટીવી શો જોઈ શકાય છે. રેડ ઇન્ટરનેશનલ, રેડ ઇન્ટરનેશનલ પ્લસ, રેડ સિગ્નેચર તેમજ રેડ સિગ્નેચર પ્લસ પ્લાન પસંદ કરનાર ગ્રાહકોને 12 મહિના માટે નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન પણ મળશે. આ સિવાય ઇન્ટરનેશનલ રોમિંગ માટે પણ  પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. આ પ્લાન મારફતે વિદેશયાત્રા દરમિયાન 180 રૂ. પ્રતિ દિવસના દરથી ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલ્સ અને ડેટા આપવામાં આવે છે. 


બિઝનેસના સમાચાર જાણવા માટે કરો ક્લિક...