સરકાર કરી રહી છે પ્રયાસ, પરંતુ વડાપ્રધાન પાક વીમો યોજનાથી મોટા ભાગના ખેડૂતો અજાણ
જોકે, સરકાર અને વીમા કંપનીઓ આ યોજનાની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.
નવી દિલ્હી: ખેડૂતો હજુ સુધી વડાપ્રધાન પાક વીમા યોજના (PMFBY)થી અજાણ છે. વેધર રિસ્ક મેનેજમેન્ટ કંપની WRMSના એક સર્વેમાં આ હકીકત સામે આવી છે. જોકે, સરકરા અને વીમા કંપનીઓ આ યોજનાની જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. સર્વેમાં જણાવ્યું છે કે આ યોજના અંતરગત નામાંકિત ખેડૂતો ઘણા સંતુષ્ટ છે. આ કારણે ખેડૂતોને સહાયમાં યોગ્ય રીતે અમલ અને વીમા કંપનીઓની ભાગીદાર તથા વીમોદાર ખેડૂતોના એક મોટા પ્રમાણમાં ચુકવણી મળવી સામેલ છે.
PMFBYની શરૂઆત 2016માં થઇ હતી. તે આજે આબોહવા અને અન્ય જોખમો સાથે કૃષિ વીમાનું એક વિશાળ માધ્યમ છે. આ યોજના પાછળની કૃષિ વીમા યોજાનાઓનું સુધારેલું રૂપ છે. આ યોજના હેઠળ, ઉધાર લેનારા ખેડૂતને સબસીડી દરે માત્ર વીમો આપવામાં આવે છે. જોકે જે ખેડૂતોએ ઉધાર નથી લેતા તેઓ પણ આ યોજનાનો લાભ લઇ શકે છે.
વેધર રિસ્ક મેનેજમેન્ટ સર્વિસ પ્રાઇવેટ લી. (WRMS)એ કહ્યું હતું કે, ‘‘ હાલ 8 રાજ્યો (ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, નાગાલેન્ડ, બીહાર અને મહારાષ્ટ્ર)માં બેઝિક્સ દ્વારા કરવામાં આવેલા સર્વે દ્વારા આ હકીકતો સામે આવી જેમાં ખેડૂતો પાસે જાણકારી તેમની પાસેથી માત્ર 28.7 ટકા જ પીએમએફબીવાયની જાણકારી છે.
ખેડૂતોની ફરિયાદ
સર્વેના અનુસાર ખેડૂતોની ફરિયાદ હતી કે ઉધાર નહીં લેનારા ખેડૂતોની નામાંકર પ્રક્રિયા ઘણી મુશ્કેલ છે. તેમને સ્થાનિય મહેસુલ વિભાગ પાસેથી વાવણીનું પ્રમાણ પત્ર અને જમીનનું પ્રમાણ પત્ર લેવું પડે છે જેમાં ઘણો સમય લાગે છે. આ શીવાય બેંક તથા ગ્રાહક સેવા કેન્દ્ર પણ નામાંકન માટે હાજર હોતું નથી કેમકે તેમની પાસે પહેલાથી જ વધારે કામ છે. ‘ખેડૂતોને કહેવામાં આવ્યું નથી કે તેઓએ શા માટે દાવો કર્યો છે અથવા તેમ નથી મળ્યું? તેમના દાવાની ગણતરી કરવાની રીત કઈ છે?’ સર્વે અનુસાર 40.8 ટકા લોકો ઔપચારિક સ્ત્રોતો ઉદાહરણ તરીકે, કૃષિ વિભાગ, વીમા કંપનીઓ અથવા ગ્રાહક સેવા કેન્દ્રોથી જાણકારી ભેગી કરે છે.
(ઇનપુટ: એજન્સી ભાષા)